ગાંધીનગરમાં પ્રથમ દિવસે ૩૫ ઉમેદવારી પત્રોનું વિતરણ: રાઇટ ટુ રીકોલ પાર્ટીના રાહુલ મહેતાએ ફોર્મ જમા કરાવ્યું
- 13 Apr, 2024
ગાંધીનગર સંસદીય મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર થતાં આજથી ઉમેદવારી પત્રો આપવાનો અને ભરાયેલ ઉમેદવારી પત્ર સ્વીકારવાનો આરંભ થયો છે. આજે ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં ૩૫ ઉમેદવારી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું છે. એક ઉમેદવારી પત્ર ભરાઇને આવ્યું છે, તેવું જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવેએ જણાવ્યું છે.
ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સમગ્ર લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં ૧૨/૦૪/૨૦૨૪થી ઉમેદવારી પત્ર આપવા અને ભરાયેલ ઉમેદવારી પત્ર સ્વીકારવાનો આરંભ થયો છે. પ્રથમ દિવસે ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાંથી ચૂંટણી લડવા માટે ૩૫ ઉમેદવારોએ કોરા ફોર્મ મેળવ્યા છે. ગાંધીનગર સંસદીય મતદાર વિભાગમાં ફોર્મ ભરવાના પણ શ્રીગણેશ થયા છે. આજે ગાંધીનગર સદીય મતદાર વિભાગમાં રાઇટ ટુ રીકોલ પાર્ટીના ઉમેદવાર રાહુલ ચીમનભાઇ મહેતાએ પોતાનું ફોર્મ ભરીને જમા કરાવ્યું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ