:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સરકારી કર્મીઓને મતદાન માટે ખાસ સુવિધા : પોસ્ટલ બેલેટ માટે અમદાવાદમાં સ્ટેટ એક્સચેન્જ મેળો..

top-news
  • 16 Apr, 2024

ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મીઓ મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. પોલીંગ સ્ટાફ, પોલીસ અને અન્ય કર્મચારીઓ તથા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ સહિતના ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ભરવામાં આવેલા ફોર્મ-12 તેમના સંબંધિત મત વિભાગના ચૂંટણી અધિકારીઓને સુપ્રત કરવા માટે રાજ્યકક્ષાએ એક્સચેન્જ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 

મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, અમદાવાદના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરીયમ ખાતે 18 એપ્રિલના રોજ યોજાનાર રાજ્યકક્ષાના આ એક્ષચેન્જ મેળામાં રાજ્યના 33 જિલ્લાના પોસ્ટલ નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહી પરસ્પર ફોર્મ-12 ની આપ-લે કરશે. લોકસભા સામાન્ય ચૂંટણી-2024નું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ગુજરાતમાં ભરાયેલા ઉમેદવારી પત્રોની વિગતો આપતા શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, .15 એપ્રિલ, 2024 સુધીમાં ગુજરાતમાં સમાવિષ્ટ 26 લોકસભા મતવિભાગોની સામાન્ય ચૂંટણી માટે કુલ 31 ઉમેદવારી પત્રો મળ્યા છે. 

જ્યારે વિજાપુર, પોરબંદર, માણાવદર, ખંભાત અને વાઘોડિયા એમ કુલ 05 વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી માટે 4 ઉમેદવારી પત્ર મળ્યું છે. 19 એપ્રિલ, 2024 સુધી જાહેર રજા સિવાયના દિવસોમાં સવારે 11 વાગ્યાથી બપોરના 03 વાગ્યા દરમિયાન ઉમેદવારી પત્રો રજૂ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી .20 એપ્રિલ, 2024ના રોજ સવારે 11 કલાકે હાથ ધરવામાં આવશે. માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો 22 એપ્રિલ, 2024 ના રોજ બપોરે 03 વાગ્યા સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે.

રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ તથા 1,203 સ્ટેટીક સર્વેલન્સ ટીમ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ. 7.87 કરોડ રોકડ, રૂ. 13.02 કરોડની કિંમતનો 4.42 લાખ લીટર જેટલો દારૂ, રૂ. 29.16 કરોડની કિંમતનું 59.36 કિલો સોનું અને ચાંદી, રૂ.1.86 કરોડની કિંમતના 718 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ. 44.54 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ. 96.45 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે.

c-VIGIL (સી-વીજીલ) મોબાઈલ ઍપ પર તા.16/03/2024 થી તા.14/04/2024 સુધી આદર્શ આચારસંહિતાના ભંગ અંગે કુલ 2,058 ફરિયાદો મળી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર આ તમામ ફરિયાદોનો તાત્કાલિક યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. National Grievance Services Portal પર 16 માર્ચ થી 14 એપ્રિલ 2024 સુધી મતદાર ઓળખપત્ર (EPIC) અંગેની 7,117, મતદાર યાદી સંબંધી 658, મતદાર કાપલી સંબંધી 184 તથા અન્ય 1,781 મળી કુલ 9,740 ફરિયાદો મળી છે. આ ઉપરાંત, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર 16/03/2024થી આજદિન સુધીમાં કુલ 144 ફરિયાદો મળી છે, જે તમામનો પણ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎