:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

કાળઝાળ ગરમીને લઈ સ્કૂલોનાં સમયમાં કરાયો ફેરફાર: હિટવેવની સંભવિત અસરોથી બચવા લેવાયો નિર્ણય..

top-news
  • 22 Apr, 2024

હજુતો ઉનાળાની શરૂઆત થઈ રહી છે. એવામાં દેશમાં જળવાયુ પરિવર્તનને કારણે હાલ અનેક રાજ્યોમાં માં કાળઝાળ ગરમી પડી રહી છે. નાના -મોટા સૌ કોઇ ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. એમાંય ભૂલકાઓ તો સૌથી વધુ હેરાન થઈ જાય છે. એમના માંથી  શાળાએ જવાનો ઉત્સાહતો માંડ કેટલાકને જ હોય છે,  વળી એમાં પાછી ગરમીનો વધારો થાય તો બાળકો હેરાન-પરેશાન થઈ  શાળાએ જવાનો ઇનકાર કરતો તો એમાં કઈ જ નવાઈની વાત નહીં ...!!! 

ગરમીના આ પ્રકોપથી નાના ભૂલકાઓનું રક્ષણ કરવા હેતુ સરકારે રાજ્યની સ્કૂલોનાં સમયમાં ફેરફાર કરવા અંગે વિચારણા કરી . ત્યારે કમિશનર ઓફ સ્કૂલની અમદાવાદ કચેરી દ્વારા ગરમી-હિટવેવ સંદર્ભે સ્કૂલો માટે ગાઈડલાઈન જાહેર કરી છે અને ગુજરાત હિટવેવ એક્શન પ્લાનની સૂચનાઓ મુજબ સ્કૂલોમાં અમલ કરાવવા તમામ ડીઈઓને આદેશ કરવામા આવ્યો છે. આ ગાઈડલાઈન મુજબ ગરમીની સિઝનમાં સ્કૂલોના સમયનું નિયંત્રણ સવારે 6 થી 11 સુધી કરવાનું રહેશે તેમજ ઉનાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ઓપન એર વર્ગો યોજવા નહિ.

ખુલ્લામાં કોઈપણ જાતની શૈક્ષણિક- બિન શૈક્ષણિક પ્રવૃત્તિ ન કરાવવી. કમિશનર ઓફ સ્કૂલ કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમા હિટવેવની શક્યતાઓ રહેલ છે અને જેને લઈને બચાવ અને રાહતના આગોતરા પગલા લેવામાં આવે તેથી હિટવેવની સંભવિત અસરોથી બચી શકાય.વધુમાં નવસારી જીલ્લા પ્રાથમિક સંગઠન અને અન્ય જીલ્લા પ્રાથમિક સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવતા શિક્ષણ વિભાગ દ્વારા ત્યાંની શાળાઓ માટે સમય સવારે 7 થી 12 વાગ્યાનો કરવાની સૂચના આપવામાં આવી છે. 

હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. વધુમાં હાલમાં હિટવેવનો ભોગ બાળકો ન બને તે માટે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર્થોરિટી દિલ્હી દ્વારા તકેદારીનાં ભાગ રૂપે શિક્ષણ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. જે અનુસંધાને ગુજરાતમાં હિટવેવ એક્શન પ્લાન 2024  ને લઈ મહત્વનો નિર્ણય લેવાયો હતો.

જે મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવે અને ખાસ હિટવેવવને સાયલન્ટ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવતુ હોઈ તમામ ડીઈઓએ તેઓના તાબા હેઠળની સ્કૂલોને આ સંદર્ભે સચેત કરીને જરૂરી તકેદારીના પગલા લેવા આદેશ કરવામાં આવે.રાજ્યનાં શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં સ્કૂલનો સમયમાં ફેરફાર કરવાની સૂચના આપવામાં આવી હતી. તેમજ હાલમાં વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થનાર  છે. તેમજ અન્ય સ્કૂલોમાં નવો અભ્યાસક્રમ ચાલુ થનાર છે. તેમજ વેકેશનનો પરિપત્ર પણ સ્થગિત કરવામાં આવ્યો છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎