:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

રૂપાલાને પણ આખરે બોલવું પડ્યું : ક્ષત્રિયોને રાજી કરવા લલકાર્યું - જય ભવાની....

top-news
  • 23 Apr, 2024

સમગ્ર દેશમાં ચુંટણીનો માહોલ બરાબર જામ્યો છે. એમાં ગુજરાતમાં ચુંટણી પ્રચાર દરમિયાન રૂપાલાએ આપેલા વિવાદિત નિવેદનને પગલે હાલ સમગ્ર રાજ્યનું  રાજકીય વાતાવરણ પુષ્કળ ગરમ છે. રુપાલાના નિવેદનને કારણે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ છે પરિણામે હવે ક્ષત્રિયોનું આદોલન ભાજપ વિરુદ્ધ શરુ થયુ હોય તેવું ચિત્ર દેખાઈ રહું છે, એવામાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ ભાજપ વિરુદ્દ મતદાન કરવાની ચીમકી ઉચ્ચારી છે . ત્યારે આ બધાની વચ્ચે પરષોત્તમ રુપાલાનુ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. રુપાલાએ ફરી એક વાર જાહેર મંચ પરથી ક્ષત્રિયોને અપીલ કરી છે કે તેઓ બધુ ભુલીને આ દેશ હિતમાં જોડાઈને જીતનો ભગવો લહેરાવવામાં જોતરાઈ જાય.

ટંકારામાં જાહેર સભાને સંબોધતા રુપાલાએ કહ્યું કે, છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં જે ચિન્હ હતુ તે ચિન્હ લગાડ્યું. આ સાથે રૂપાલાએ જય ભવાની, જય શિવાજીના લગાવ્યા નારા પણ લગાવ્યા હતા. વધુમાં તેમણે કહયુ કે, આઝાદીના 75 વર્ષ પછી આ રાષ્ટ્રની ગરીમાને પ્રસ્થાપિત કરવાનું કામ વડાપ્રધાન મોદી કરી રહ્યા હોય ત્યારે અમારી રાજ્યસભાના સાસંદ અને વાંકાનેર સ્ટેટ કેસરીદેવસિંહજીએ આપણી ઘણી બધી વિગતોની સાથે અપીલ કરી ત્યારે આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ પર બેસીને ભાજપને પોતાનું સમર્થન જાહેર કર્યુ છે ત્યારે હુ ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરુ છુ કે, દેશમાં આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્ર મોદીના રાજમાં ચાલતુ હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરજો. મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મુકેલા છે તે આપ બધા જાણો છો. ફરીથી હુ અપીલ કરુ છુ કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબુત કરવા માટે સમર્થ ભારત બનાવવા માટે આપ જોડાવ તેવી અપીલ કરુ છુ.

વધુમાં વિવાદાસ્પદ નિવેદન મામલે રુપાલાએ પહેલા પણ બે- ત્રણ વખત માફી માંગી છે પરંતુ ક્ષત્રિય સમાજ રુપાલાને માફ કરવા તૈયાર નથી. ભાજપે રુપાલાને ન હટાવતા ક્ષત્રિય સમાજમાં રહેલી રોષની જ્વાળા વધુ ઉગ્ર બની છે હવે આ વિવાદ રુપાલા સામે જ નહીં પરંતુ ભાજપ સામે પણ ઉભો થયો છે. ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામા આવી રહ્યો છે. ત્યારે ભાજપે આ ડમેજ કંટ્રોલ કરવાના પ્રયાસ હાથ ધર્યા છે. ક્ષત્રિય સમાજને મનાવવા માટે ભાજપના દિગ્ગજ હોદ્દેદારોને જવાબદારી સોપવામા આવી છે. ત્યારે આ બધાની વચ્ચે રુપાલાએ ફરી એક વાર ક્ષત્રિય સમાજને બધુ ભુલી જાય તેવી અપીલ કરી છે. ત્યારે રુપાલાની આ અપીલની ક્ષત્રિય સમાજ પર કેટલી અસર થાય છે તે હવે જોવું રહ્યું…

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎