:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

આજે વિશ્વ પ્રેસ ડે : લોકશાહીની રક્ષા માટેની ચોથી જાગીર અનિવાર્ય ...

top-news
  • 03 May, 2024

પ્રેસ લોકશાહીનો ચોથો આધાર સ્તંભ કહેવામાં આવે છે. જ્યારે આપણો  દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવે છે. તેથી દેશમાં  લોકશાહી સાથે સ્વતંત્રતા નું સ્થાન દેશના નિર્માણ માટે કેટલું મહત્વપૂર્ણ  છે,અને તેની માટે પ્રેસને આઝાદી હોવી કેટલી જરૂરી  તે સમજવા જેવુ છે.  આ દિવસ ઉજવવાનો હેતુ પ્રેસની સ્વતંત્રતા વિષે લોકોમાં જાગૃતિ  ફેલાવવાનો છે. જોકે પત્રકારત્વના કામમાં ઘણું જોખમ હોય છે. વિશ્વભરમાં દરરોજ પત્રકારો પર જીવલેણ હુમલાઓ થાય છે. મીડિયાના મહત્વ અને જોખમોને ધ્યાનમાં રાખીને વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ડે દર વર્ષે 3 મેના રોજ ઉજવવામાં આવે છે. જેનો હેતુ અખબારી સ્વતંત્રતાના મૂળભૂત સિદ્ધાંતોની ઉજવણી, પ્રેસ સ્વતંત્રતાનું મૂલ્યાંકન, મીડિયાને હુમલાઓથી બચાવવા અને ફરજ દરમિયાન જીવ ગુમાવનારા પત્રકારોને શ્રદ્ધાંજલિ આપવાનો છે.

 યૂનેસ્કોની જનરલ એસેમ્બલીની ભલામણ બાદ ડિસેમ્બર ૧૯૯૩માં સંયુક્ત રાષ્ટ્ર  મહાસભાએ ૩ જી મેના રોજ 'વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ' મનાવવાનું જાહેર કર્યુ હતુ . વૈશ્વિક સ્તરે પ્રેસની સ્વતંત્રતાના સન્માન અને પુરસ્કાર માટે કરવામાં આવે છે. તેને 'વર્લ્ડ પ્રેસ ડે' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રસંગે 1997થી યુનેસ્કો દ્વારા દર વર્ષે 3 મેના રોજ વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ પર 'ગિલર્મો કેનો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ' એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે. આ અંતર્ગત એવોર્ડ મેળવનારને પ્રશસ્તિ પત્ર અને 25 હજાર યુએસ ડોલર આપવામાં આવે છે. આ સન્માન એવા પત્રકાર કે સંસ્થાને આપવામાં આવે છે જેણે પ્રેસની સ્વતંત્રતા માટે નોંધપાત્ર કાર્ય કર્યું હોય.

આ દિવસ અભિવ્યકિતની  સ્વતંત્રતા જાળવી રાખવા અને તેના સન્માન કરવાની પ્રતિબધ્ધતાની  વાત કરે છે. પ્રેસની આઝાદીનું મહત્વ ધરાવતો આ દિવસ જણાવે છે કે લોકશાહીનાં મૂલ્યોની સુરક્ષા અને તેને પુનર્સ્થાપિત કરવામાં મીડિયા મહત્વની ભૂમિકા નિભાવે છે. તેથી સરકારે પણ પત્રકારોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઇએ. પ્રેસ દિવસ ઉજવવાનો પાછળનો ઈતિહાસ એવો છે કે ઈ.સ ૧૯૯૧માં આફ્રીકાનાપત્રકારોએ પ્રેસની આઝાદી માટે  પહેલ કરી હતી ત્યારે તે પત્રકારોએ ૩ મેના રોજ પ્રેસની આઝાદીના સિધ્ધાંતોને સંબંધિત એક નિવેદન જાહેર કર્યુ હતુ, જેને 'ડિક્લેરેશન ઓફ વિન્ડોક' ના નામથી ઓળખવામાં આવે છે. એ વખતે પહેલીવાર ૧૯૯૩માં સંયુકત્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે.આજે પણ આ દિવસ ઉજવવામાં આવે છે પણ ખરેખર પ્રેસ સ્વતંત્ર  છે ખરા ? 

લોકશાહીમાં અભિવ્યકિતની સ્વતંત્રતાની સૌ કોઈ નાગરીકને છૂટ હોય છે, પરંતુ આજે આ અધિકાર મીડિયા પાસેથી છીનવાઈ ગયો હોય એવું નથી લાગતું ? 'પત્રકારત્વ' એ ફક્ત નામ જ નહી, પરંતુ આખો ઈતિહાસ છે. આજે આપણે આઝાદીનાં અમૃત મહોત્સવ ની ઉજવી શક્યા ત્યારે દેશને મળેલી સ્વતંત્રતામાં પત્રકારત્વનો મોટો ફાળો રહ્યો  છે તે ભૂલી શકાય તેમ નથી. ગાંધીજી હોય, ઝવેરચંદ મેઘાણી હોય, અમૃતલાલ શેઠ, કરસનદાસ મૂળજી હોય કે પછી લાલ, બાલ, પાલની ત્રિપુટી કે દેશનાં સર્વ  પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ હોય સૌ કોઈ એ પત્રકારત્વ થકી જ આઝાદીની લડતમાં ઝંપલાવ્યું હતું. પરંતુ આજે મિશનમાંથી કોર્પોરેટ બનેલા પત્રકારત્વમાં પણ વાણી સ્વતંત્રતા કેટલે અંશે જળવાય રહી છે તે એક મોટો પ્રશ્ર છે.

 પત્રકારોને બાહ્ય પરિબળો ઉપરાંત મીડિયાના આંતરિક પરિબળો પણ ઘણી વખતે નિષ્ઠાપૂર્વક  કામ કરવાથી કે પછી સત્યને છતો કરવાથી રોકતા હોય છે. મીડિયાએ સમાજનો અરીસો છે અને અરીસો જ જો સત્ય નહીં બતાડે તો શું થાય ? દુનિયાનાં નિડર પત્રકારો કેટલીય મુશ્કેલીઓમાંથી પસાર થતા હોય છે. સાઉદી પત્રકાર જમાલ ખશોગી, ભારતીય પત્રકારો ગૌરી લંકેશ, નવીન નિશ્વચલ, સુજ્જ્ત બુખારી, ચંદન તિવારી,રાકેશ સિંહ અને ઉત્તર આર્યલેન્ડના પત્રકાર લાયરા મક્કીની હત્યાએ પ્રેસની સુરક્ષા પર સવાલ ઉભા કરી દીધા છે. અભિવ્યકિતની સ્વતંત્રતાને સંપૂર્ણપણે પ્રદર્શિત કરતો આ 'વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ' ખરા અર્થમાં ઉજવવો જોઈએ અને ફક્ત એક દિવસ માટે જ નહીં, પરંતુ કાયમ માટે પત્રકારો અને પત્રકારત્વ સ્વતંત્ર રહી શકે તેવા માહોલનું નિર્માણ કરવું જોઈએ. પત્રકારત્વ અને મીડિયામાં જે વસ્તુ છુપાવવામાં આવતી હોય તેને સમાચાર ગણી પ્રકાશિત કરવા જોઈએ, બાકી બધું તો જાહેરાત કે લોક સંપર્ક લેખી શકાય

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎