:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

પહેલી વાર મતદાન કર્યું , મને ખૂબ જ ખુશી થઈ : ફર્સ્ટ ટાઈમ વોટર્સમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ

top-news
  • 08 May, 2024

 દેશને મજબૂત કરવામાં ત્યાંની ચૂંટણી પ્રક્રિયા મહત્ત્વનું મહત્વપૂર્ણ યોગદાન માનવામાં આવે છે. ગઈકાલે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાત ઉપરાંત અન્ય 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સહિત કુલ 93 બેઠકો પર મતદાન યોજાયું. જેમાં  કુલ 1.85 લાખ મતદાન મથકો તૈયાર કરાયાં હતાં અને 17.24 કરોડ મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. આ મતદારોમાં 8.85 કરોડ પુરુષ 8.39 કરોડ મહિલાઓનો સમાવેશ થાય છે.

ગુજરાત સહિત અમદાવાદ જિલ્લામાં મતદાનની પ્રક્રિયામાં સહભાગી થવા માટે નવ યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. ચૂંટણીમાં આપણા મતાધિકારનો ઉપયોગ કરવો અને લોકશાહીને મજબૂત બનાવવી જોઈએ, એમ અમદાવાદ જિલ્લાના જાગૃત યુવાનો એકસૂરમાં જણાવ્યું  હતું.

અમદાવાદ જિલ્લાના યુવા મતદારો પૈકી એક કૃતિ જૈને લોકશાહીના પર્વમાં સહભાગી થવાના અનેરા આનંદ સાથે પહેલીવાર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કૃતિ જૈન જણાવે છે કે, “લોકશાહીના આ તહેવારની ઘણી આતુરતાથી રાહ જોઈ રહી હતી, કેમ કે આ મારા જીવનકાળની પહેલી ચૂંટણી છે. મારા મતાધિકારનો ઉપયોગ કરવાની મને ઘણી ખુશી છે. અમદાવાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખૂબ જ સારી વોટર-ફ્રેન્ડલી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકતંત્રને સશક્ત બનાવવી આપણી જવાબદારી છે. હું દરેક નાગરિકને આગ્રહ કરું છું કે આજે ચોક્કસ મતદાન કરે.”

નવ યુવાનો પૈકી વધુ એક યુવતી જેના ચહેરા પર તેની મતદાન કર્યાની ખુશી છલકાતી હતી, એ કવિશા શાહે અત્યંત ઉત્સાહિત રીતે પોતાની લાગણી વ્યક્ત કરતા અને શ્યાહીવાળી પોતાની આંગળી બતાવતા જણાવ્યું હતું કે, “આ જુઓ, આજે મેં પહેલી વાર મતદાન કર્યું છે, જેની મને ખૂબ જ ખુશી છે.”

પ્રથમવાર મતદાન કરીને ગર્વની લાગણી વ્યક્ત કરતી તનિશાએ  જણાવ્યું હતું કે, “આજે મેં પ્રથમ વાર મતદાન કરીને દેશના જવાબદાર નાગરિક હોવાનો અને રાષ્ટ્ર પ્રત્યે પોતાની મતદાર તરીકેની ફરજ નિભાવી છે. પ્રથમ વખત મતદાન કરીને જે અપાર આનંદ અનુભવ્યો છે, તે મને કાયમ માટે યાદ રહેશે.

પ્રથમ વખત મતદાન કરનાર સાર્થક જૈને કહ્યું કે, લોકશાહીના આ તહેવારની ઘણી આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો. કેમ કે ચૂંટણીમાં મેં મારા જીવનકાળમાં પહેલી વખત મતાધિકારનો ઉપયોગ કર્યો તેની ખુશી છે. ચૂંટણી એ લોકશાહીના પુસ્તકનું ઉજળું અને ગૌરવભર્યું પાનું છે. વધુમાં આ સૌ યુવાનોએ  ફર્સ્ટ ટાઈમ વોટર્સ સહિત તમામ નાગરિકોને મતદાન કરવા અપીલ કરી હતી.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎