:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

10 વર્ષમાં સૌથી વધુ પરિણામ આવ્યું : ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% અને સામાન્ય પ્રવાહનું 91% પરિણામ જાહેર...

top-news
  • 09 May, 2024

ગુજરાતમાં લોકસભાની ચુંટણી પૂરી થતા જ આજે સવારે 9 વાગ્યે ગુજરાત બોર્ડ નું ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની સાથે સાથે  ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું  છે. બોર્ડ દ્વારા કહેવામાં આવ્યુ છે કે, આ વખતે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ઘણું સારું આવ્યુ છે. 10 વર્ષ પછી પહેલી વખત સામાન્ય પ્રવાહનું પરિણામ આ વખતે વેહલુ આવ્યું અને ખૂબજ સારુ આવ્યું છે.

GSHSEB, ચેરમેન, બંછાનિધિ પાનીએ પરિણામ અંગે મહત્ત્વની વાત સામે મુકી હતી. જેમા તેમણે જણાવ્યુ છે કે, 10 વર્ષ પછી સામાન્ય પ્રવાહનું પરિણામ આ વખતે વેહલું આવ્યુ છે. પરીક્ષા લેવાની પદ્ધતિમાં ઘરખમ સુધારો કરવા છત્તા વિધ્યાર્થી ખૂબ જ સારુ પરિણામ લાવ્યા છે.પરિણામ અંગે વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વિજ્ઞાન પ્રવાહમાં 82.45 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં 91.91% ઉતીર્ણ થયા છે. વિજ્ઞાન પ્રવાહમાં રીપીટરમાં 32 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે.

 વિજ્ઞાન પ્રવાહમાં બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ 97.2 ટકા આવ્યુ છે. જ્યારે બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું પરિણામ આવ્યુ છે.જ્યારે સાયન્સ પ્રવાહમાં મોરબી જિલ્લાનું સૌથી ઊંચું 92.80 ટકા જ્યારે છોટા ઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું 51.36 ટકા પરિણામ જાહેર થયું છે.વિજ્ઞાન પ્રવાહમાં 2023ની તુલનાએ 16.87 ટકા વધુ પરિણામ આવ્યું છે.વિજ્ઞાન પ્રવાહમાં A1 ગ્રેડ સાથે 1034 વિદ્યાર્થીઓ પાસ થયા છે.



સામાન્ય પ્રવાહનું આ વર્ષે 91.93 ટકા પરિણામ આવ્યુ છે. ગાંધીનગરના છાલા કેન્દ્રમાં સૌથી ઉંચુ 99.61 ટકા પરિણામ લાવવાળું કેન્દ્ર બન્યું છે. સૌથી વધારે પરિણામ ધરાવતા કેન્દ્રની વાત કરીએ તો બોટાદ જિલ્લો મોખરે છે. જ્યારે જુનાગઢમાં સૌથી નીચું પરિણામ આવ્યુ છે. જ્યારે ખાવડા કેન્દ્રનું સૌથી ઓછું 51.11 ટકા પરિણામ જાહેર થયું છે.

બોર્ડના વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર-6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને એસ.આર. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે 4,77,392 વિદ્યાર્થીઓએ HSC-2024 બોર્ડની પરીક્ષા આપી હતી અને 7,34,898 વિદ્યાર્થીઓએ SSC-2024ની પરીક્ષા આપી હતી. ગત વર્ષે વિદ્યાર્થિનીઓની પાસ ટકાવારી 80.39 ટકા નોંધાઈ હતી, જ્યારે વિદ્યાર્થીઓની 67.03 ટકાવારી નોંધાઈ હતી.

ચેરમેન બંછાનીધીપાણીએ વધુમાં એમ પણ જણાવ્યુ છે કે, આ વર્ષે એ સારી બાબત છે કે, વિદ્યાર્થિનીઓના પરિણામની સરખામણી માં વિદ્યાર્થીઓના માર્કસ વધુ સારા આવ્યા છે. અને પાછલા વર્ષોનો  વિદ્યાર્થિનીઓનો વધુ સારા પરિણામ લાવવાનો રેકોર્ડ આ વર્ષે વિદ્યાર્થિઓ તોડ્યો છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, વિજ્ઞાન પ્રવાહમાં છેલ્લા 10 વર્ષમાં 2016 પછી પહેલી વખત 82 ટકાથી વધારે પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎