:
Breaking News
જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે.

અમદાવાદમાં રૂ.12.5 કરોડના બેનામી વ્યવહાર મળ્યા : ગુજરાતભરની જુદી જુદી આંગડિયા પેઢીમાં CID ક્રાઇમના વ્યાપક દરોડા

top-news
  • 10 May, 2024

રાજ્યભરની 25 આંગડિયા પેઢી પર CID ક્રાઈમ અને ઇન્કમટેક્સ વિભાગની ટીમોને સાથે રાખીને દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મની લોન્ડરિંગ, હવાલાના પૈસા સહિતના શંકાસ્પદ નાણાંકીય વ્યવહારોને ધ્યાને લઈને કામગીરી કરવામાં આવી રહી છે. CID ક્રાઈમના 40 કર્મીઓ દરોડાની કામગીરીમાં જોડાયા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર સહિત અન્ય જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. 
અત્યાર સુધીમાં અમદાવાદમાં રૂ.12.5 કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા છે અને ખૂબ મોટી માત્રામાં નક્કર સોનું પણ હાથ લાગ્યું છે જેમાં ચોક્કસ આંગડિયા પેઢી મારફતે દુબઈમાં હવાલા પાડવામાં આવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું.
ત્યારબાદ ઇન્કમટેક્સ વિભાગને સાથે રાખીને 25 આંગડિયા પેઢી પર એકસાથે દરોડા પાડ્યા હતા. અત્યાર સુધીમાં અમદાવાદમાંથી રૂ. 12.5 કરોડના બેનામી વ્યવહાર હવાલા મારફતે દુબઈ જેવા દેશોમાં કરાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.દુબઈમાં જે રૂપિયા મોકલાયા છે તે તમામ ક્રિકેટના સટ્ટા બેટિંગમાં ઉપયોગમાં લેવાયા હોવાનું અનુમાન છે. આ સાથે જ ઘણી આંગડિયા પેઢીઓમાંથી વિદેશી કરન્સી પણ ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું ખૂલ્યું છે. દિવસો સુધી દરોડા જારી રહેવાની સંભાવના છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎