:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ત્રીસ વર્ષમાં ધો.૧૦નું સૌથી વધુ 82.56% પરિણામ : આ વખતે પણ છોકરાઓ કરતાં છોકરીઓએ બાજી મારી, 23247 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ....

top-news
  • 11 May, 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો.10ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું . જેમાં છેલ્લા ત્રીસ વર્ષનું રકોર્ડબ્રેક 82.56% પરિણામ આવ્યું છે. ઊચા પરિણામ થી ધો.11માં પ્રવેશ માટે ટકાવારી ઊચી જઈ શકે આ અગાઉ   ધોરણ 12ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ સ્ટ્રીમનું થોડા દિવસ પહેલા પરિણામ જાહેર કરી દેવાયું હતું .  હવે આજે ધોરણ 10નું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું હતુ.  

 આ વખતે કુલ 6,99,598 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમનું પરિણામ 82.56 ટકા આવ્યું છે. સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્ર દાલોદ (જિલ્લો અમદાવાદ ગ્રામ્ય) 100 ટકા, તલગાજરડા (જિલ્લો ભાવનગર) 100 ટકા રહ્યા છે. જ્યારે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો ગાંધીનગર રહ્યો છે જેનું પરિણામ 87.22 ટકા આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલલો પોરબંદર જેનું 74.57 ટકા રહ્યું છે. આ વખતે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની વાત કરીએ તો આ વખતે 2023ની તુલનાએ આવી સ્કૂલોની સંખ્યા વધીને 1389ને આંબી ગઈ છે જે 2023માં 272 જ હતી.૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા આ વખતે ઘટી છે જે 70ની આજુબાજુ છે. નોંધનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પરથી સવારે આઠ વાગ્યે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 

 જ્યારે ગત વર્ષ 2023 કરતા 17.94 ટકા પરિણામ વધ્યું છે. આ વર્ષે એટલે કે 2024ના વર્ષનું છેલ્લા 30 વર્ષનું રેકોર્ડબ્રેક રિઝલ્ટ આવ્યું છે. આ વર્ષે છોકરાઓ કરતા છોકરીઓએ બાજી મારી છે, 2023 કરતા આ વર્ષે 17.94 ટકા વધુ પરિણામ આવ્યું છે. સૌથી વધુ ગાંધીનગર જિલ્લાનું 87.22 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષ કરતા A1 ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા ચાર ગણી વધી છે. ગત વર્ષે A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 6111 હતી. જ્યારે આ વર્ષે A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 23,247 પહોંચી છે.ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પરિણામમાં 10.03 ટકાનો વધારો થયો છે. આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના 4870 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ 12ના પરિણામમાં સુરત ગુજરાતમાં A1 અને A2 ગ્રેડમાં પ્રથમ હતું.

દરમિયાનમાં ​​​​​​​રાજ્યના શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, પાસ થયા છે તેવા તમામ વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. જે સફળ નથી થયા તેઓને ડબલ અભિનંદન આપું છું કે આજથી મહેનત શરૂ કરી દો . અમે ફરીથી તમારા માટે પરીક્ષાની વ્યવસ્થા કરી છે. એકાદ-બે મહિનામાં સોલ્વ કરીને રનિંગ પ્રવાહમાં આવી જશો. 



*પરિણામ ઉડતી નજરે....
23,247 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યું
78,893 વિદ્યાર્થીને A2 ગ્રેડ
21,869 વિદ્યાર્થીઓ એક વિષયમાં નાપાસ જાહેર
જિલ્લામાં ગાંધીનગર મોખરે

*સૌથી વધુ-સૌથી ઓછુ પરિણામ...
ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ 87.22 ટકા પરિણામ
સૌથી ઓછું પોરબંદર જિલ્લાનું 74.57 ટકા પરિણામ

* 1389 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર
1389 શાળાઓનું 100 ટકા પરિણામ જાહેર થયું છે અને 264 શાળાનું 30 ટકા અને 70 શાળાનું શૂન્ય પરિણામ આવ્યું છે.

*ગુજરાતી ભાષાને લઈ આંખ ઉઘાડતું પરિણામ
ધો-10માં ગુજરાતી પ્રથમ ભાષામાં 46,178 નાપાસ થયા છે. જ્યારે ગુજરાતી દ્વિતિય ભાષામાં 6345 વિદ્યાર્થી નાપાસ થયા છે. બેઝિક ગણિતમાં 1.04 લાખ વિદ્યાર્થી નાપાસ થયા થછે તો  વિજ્ઞાનમાં 81382, અને અંગ્રેજી દ્વિતિયમાં 44703 નાપાસ થયા છે તો સ્ટાન્ડર્ડ ગણિતમાં માત્ર 388 વિદ્યાર્થી નાપાસ થયા છે 

*છોકરાઓ કરતા છોકરીઓએ બાજી મારી
ગત વર્ષે 64.62 ટકા પરિણામ હતું
17.94 ટકા પરિણામ વધુ આવ્યું
વિદ્યાર્થીઓનું પરિણામ 79.12 ટકા
વિદ્યાર્થિનીઓનું પરિણામ 86.69 ટકા

*સુરતીલાલાઓએ A1 ગ્રેડમાં બાજી મારી
સુરત જિલ્લાનું 86.75 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેના પગલે સ્કૂલો ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ ખુશીથી ઝૂમી ઊઠ્યા હતા. સુરતમાં 4,870 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે, જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે A2માં 12,930, B-1માં 15,207 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. 9 મેના રોજ જાહેર થયેલા ધોરણ 12ના સાયન્સ પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરત A1 ગ્રેડમાં 328 વિદ્યાર્થી અને A2 ગ્રેડમાં 1,844 વિદ્યાર્થી રાજ્યમાં અગ્રેસર રહ્યા હતા. ફરી એકવાર સુરતીઓએ A1 ગ્રેડમાં બાજી મારી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎