:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

દાંડી- એકજ પરિવારના 6 જણાં ડૂબ્યા: નવસારીના ખડસુપામાં રહેતા પરિવારના 2ને બચાવી લેવાયા જ્યારે 4 હજુ લાપત્તા...

top-news
  • 13 May, 2024

હાલમાં ગુજરાત સહિત અનેક રાજ્યોની શાળાઓમાં વેકેશન ચાલુ થઈ ગયું છે. તેની સાથે વૈશાખ મહિનાનો આકારો તાપ પણ અગનગોળા વરસાવી રહ્યો છે. એવામાં સ્વાભાવિક છે કે શનિ -રવિની રજાઓનું પ્લાનિંગ કરીને લોકો સહકુટુંબ ફરવા જાય , પરંતુ આ રજાઓ કોઈને માટે દુ:ખનું કારણ બની ને આવતી હોય છે, તેવા માઠા સમાચાર સામે આવ્યા હતા. મળતી માહિત મુજબ  નવસારીના ખડસુપામાં રહેતો પરિવાર રજાઓની મજા માણવા દાંડીના દરિયા કિનારે ગયો  હતો ત્યારે આ દુ;ખદ ઘટના બની હતી.

આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 4 લોકો હજુ લાપતા છે, જેમને શોધવાની કવાયત શરૂકરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સહેલાણીઓ માટે હરવા ફરવાનું સ્થળ એટલે દાંડીનો દરિયા કિનારો. નવસારી નજીક આવેલા દાંડીના દરિયા કિનારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકો ઉમટી પડતા હોય છે. ત્યારે આજે દાંડીના દરિયા કિનારે 6 લોકોના ડૂબી જવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે 4 લોકો હજુ લાપતા છે.

ઘટનાની જાણ ફાયર વિભાગના કર્મચારીઓને કરાતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી છે. તો સાથે સ્થાનિક લોકો અને પોલીસ વિભાગ પણ ખડેપગે છે. ડૂબેલા 6 લોકો પૈકી 2 લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 2 મહિલા અને 2 પુરૂષોને શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે. રજાઓનો આનંદ લેવા માટે નવસારીના ખડસુપામાં રહેતો પરિવાર  દાંડીના દરિયા કિનારે આવ્યો હતો ત્યારે દરિયાના પાણી ૬ લોકોને ખેચીને લઈ ગયું ,આ ઘટનાની જાણ થતા તરતજ તંત્ર સતર્ક બન્યું અને ૬ માંથી બે લોકોને બચાવી લેવાયા હતા.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎