:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

પૂર્વ અમદાવાદમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતી: હાટકેશ્વરનો ખાડો મ્યુનિસિપલ કોર્પોરેશને રાતોરાત પૂર્યો, ચોમાસામાં જો ગટર-પાણીની લાઈન ભેગી થઈ જશે તો?

top-news
  • 11 Jun, 2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાટકે શ્વરના ન્યુ કર્ણાવતી એપાર્ટમેન્ટ, ગુપ્તાનગર, શ્રવણ નગર ખાતે પાણીના નવા કનેક્શન આપવા માટે ખાડો ખોદીને પાણીનું કનેક્શન શોધવા માટેની કામગીરી ચાલી રહી હતી. જોકે પાણીનું કનેક્શન શોધવા જતા જ ગટરનું કનેક્શન તૂટી ગયું હતું. આ દરમિયાન એક બાળક ખાડામાં પડી ગયો હતો અને  તંત્રએ છટકવા માટે રાતોરાત ખાડા પુરી દીધા હતા. આ સંજોગોમાં જો આગામી દિવસોમાં ગટર લાઈન અને પીવાના પાણીની લાઈન બંને મિક્સ થઈ જશે તો આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળશે અને લોકો કોઈ પણ કારણ વગર રોગનો ભોગ બનશે. 

સામાન્ય રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં પીવાના પાણી અને ગટરની સમસ્યાએ કોઈ નવી વાત નથી. આ સંજોગોમાં કોર્પોરેશન દ્વારા ધીમી ગતિએ કામગીરી કરાતા એક નિર્દોષ બાળકનું થોડા દિવસો અગાઉ જ મોત થયું હતું. 



હાટકેશ્વર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પાણીનું કનેક્શન  આપવા માટે 15થી 20 ફુટનો ઉંડો અને મોટો ખાડો ખોદવામાં આવ્યો છે. જોકે આટલા દિવસ છતાં કામદારોને લાઈન નહીં મળતા અને ધીમી ગતિએ કામ ચાલતા આસપાસના લોકો હેરાન થઈ રહ્યાં હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ આખા રોડ પર માટી અને ધૂળના કારણે સમગ્ર વિસ્તારમાં પોલ્યુશન વાળું વાતાવરણ ઉભું થવાથી શ્વસનતંત્ર સંબધિત રોગની તકલીફો ઉભી થઈ રહી હતી.

બીજી બાજુ પાણીની લાઈન  શોધતા ગટર લાઈનમાં ભંગાણ પડ્યું હતું. જેનું મૂળ શોધવામાં તંત્રને દિવસો લાગી ગયા  હતા. આ દરમિયાન શુક્રવારે આ જ વિસ્તારમાં રહેતો જયમીન પરમાર(ઉંમર10 વર્ષ) પોતાના ઘરેથી નાસ્તો લેવા માટે નજીક આવેલી દુકાનેથી પાછો ફરતો હતો. ત્યારે નાછૂટકે ખાડા પાસેથી પસાર થતા તેનો પગ લપસી પડતા બેરીકેડ ન હોવાના કારણે જયમીન 20 ફુટ ઉંડા ખાડામાં પડ્યો હતો. આ ઘટનાના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકને એલજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં સોમવારે તેનું હાથનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. 



બાળક ખાડામાં પડી ગયો હોવાની જાણ થતા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાને દબાવવા તાત્કાલિક ખાડાને પુરવાની કામગીરી શરૂ કરી હતી. તેની જાણ સ્થાનિક લોકોને થતા લોકોએ ગટર અને પાણીની લાઈનનું કામકામ પુરુ કર્યા વિના અચાનક કામ બંધ કરવાની પ્રક્રિયાને રોકવાની કોશિશ કરી હતી પરંતુ તંત્રએ તાત્કાલિક ખાડો પુરી દીધો હતો.

આ અંગે સ્થાનિક આગેવાન જ્યોર્જ ડાયસ અને દિનેશ રાજપૂતે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરશનની બેદરકારીના કારણે ગરીબ પરિવારના બાળકને ઈજા થઈ છે  અને તેનું ઓપરેશન કરવાની ફરજ પડી છે. આ તબક્કે જવાબદાર લોકો સામે કાર્યવાહી નહીં કરે તો આ મામલે તંત્ર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. બાળકને વળતર માટે કોર્ટમાં દાવો પણ દાખલ કરવામાં આવશે.