આવ રે વરસાદ .. સમગ્ર રાજ્યમાં મેઘરાજા મહેરબાન : અમદાવાદમાં જોરદાર પવન સાથે મેહુલિયાનું આગમન , સમગ્ર રાજ્યમાં મેઘમહેરની આગાહી
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan27062024_064303_WhatsApp Image 2024-06-27 at 12.10.51_d7a3cd32.webp)
- 27 Jun, 2024
રાજ્યમાં શાળાઓનું ઉનાળુ વેકેશન પૂર્ણ થયું છે. બાળકો હવે શિક્ષણના નવા વર્ષની શરૂઆત કરી રહયા છે. ગરમીથી ત્રસ્ત ભૂલકાઓ ને જાણે વધવવા મેઘરાજા આવ્યા હોય જાણે તેવું લાગી રહ્યું છે , ભૂલકાઓની શાળામાં નવા વર્ષની શરૂઆત સાથે વરસાદની પણ રાજ્યમાં શરૂઆત થઈ ચૂકી છે, અને હવે મેધરાજ ધીરે ધીરે દક્ષિણથી લઈને ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.
ગુજરાતના મધ્યમાં રચાયેલી સાયક્લોનિક સરકયુલેશનને પગલે હાલ વરસાદ રાજ્યના બધા ભાગોને આવરી લેશે. આ સિસ્ટમને કારણે ગઈકાલથી જ ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય તો ક્યાંક મધ્યમ તો વળી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે.
હવામાન વિભાગ મુજબ , આજે દમણ દાદરા નગર હવેલીની સાથે બનાસકાંઠા, નવસારી,વલસાડમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસશે,જ્યારે સૌરાષ્ટ્ર, જૂનાગઢ,અમરેલી ,પોરબંદર, જામનગર,ગીરસોમનાથમાં વરસાદનો જોર વધુ રહેશે તેની સાથે દ્વારકામાં ભારે વરસાદને પગલે પણ દરિયા કાંઠે ન જવાની અપીલ કરવામાં આવી છે.
અમદાવાદની વાત કરીએ તો ગઈકાલથી જ શહેરમાં મેઘરાજાની સવારી આવી ચૂકી છે , પરંતુ ગઈકાલે વરસેલા વરસાદ કરતા આજે હવામાન વિભાગ દ્વારા શહેરમાં જોરદાર પવન સાથે વરસાદની આગાહી કરી છે. જ્યારે મહેસાણામાં પણ મેઘો મહેરબાન થયા છે. દક્ષિણમાં સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરી છે
રાજ્યના 10થી વધુ જિલ્લામાં આજે ભારે વરસાદ વરસી શકે છે. ગઈકાલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી અનેક સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી. તો બીજી તરફ ભારે વરસાદના પગલે સામાન્ય જન માણસને શહેરોમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો . છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ મોરબીના ટંકારામાં સવા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા રાજયના મધ્યમાં સક્રિય થયેલી સિસ્ટમને લીધે આગામી ચાર દિવસ દરમિયાન ક્યાંક ભારે વરસાદની તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગીરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જૉવા મળી રહ્યો છે. તેની સાથે અમરેલી જિલ્લ, ધારીના સરસિયા, ગોવિંદપુર, સુખપુર, દલખાણીયા, ફાસરિયા, ગીગાસણ, કાગસા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જમતા ખેડૂતોની સાથે અસહ્ય ગરમીથી ત્રસ્ત સામાન્ય માનવી પણ લીલોતરી નિહાળી રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં કોડીનારમાં સવા ત્રણ ઈંચ વરસાદ, ગોંડલ અને જૂનાગઢમાં ત્રણ-ત્રણ ઈંચ વરસાદ, ટંકારામાં સવા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત અન્ય તાલુકામાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.આજે સૌરાષ્ટ્ર, મધ્ય સહિત દક્ષિણ ગુજરાતમાં મેધરાજા જોરદાર બેટીગ કરશે તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આમાં સમગ્ર રાજ્યમાં બે -ત્રણ દિવસ મેધરાજા મહેરબાન રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.