:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ગુજરાતમાં બારે મેઘ ખાંગા:સર્વત્ર જળબંબાકાર પોરબંદરના આઠ ગામો પાણીમાં ગરકાવ, 550નું સ્થળાંતર જ્યારે 71 લોકોના બચાવી લેવાયા

top-news
  • 20 Jul, 2024

ગુજરાતમાં ચોમાસુ બરાબરનું જામ્યું છે. છેલ્લા કેટલાય દિવસોથી ગુજરાતમાં સર્વત્ર મેઘ લહેર જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં 4 સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, પોરબંદરમાં ગઈકાલે મેઘમહેર થઈ હતી, ત્યાં 24 ક્લાકમાં 14 ઈંચ વરસાદ વરસ્યો હતો. તેને પગલે  પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં જળબંબાકાર સર્જાયો હતો. 

એવામાં આજે પણ હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ અત્યંત ભારે વરસાદનું અનુમાન છે.  આવનાર કટોકટીને પહોંચી વળવા તંત્રે NDRFની 10 ટીમો સ્ટેન્ડ બાય રાખી છે.  આ ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારમાં પહેલેથી જ NDRFની ટીમ પહોંચી ગઈ છે.

જેમાં નર્મદા, કચ્છ, વલસાડ જૂનાગઢ ખાતે 1-1 ટીમ તૈનાત છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં NDRFની 2 ટીમ સજ્જ કરાઈ છે. અને ભાવનગર, અમરેલી, સુરત, ગીર સોમનાથમાં પણ NDRFની ટીમ તૈયાર છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે  અને તંત્ર વરસાદની પરિસ્થિતિનું SEOC ખાતેથી સતત મોનિટરીંગ કરી રહ્યું છે એમ આલોક પાંડેએ જણાવ્યું હતું . 

રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ 24 x 7 ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર કાર્યરત છે. રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ એન.ડી.આર.એફ.ની ટીમો સાથે  એસ.ડી. આર.એફ.ની કુલ 20 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત 5 એન.ડી. આર.એફ.ની ટીમો રીઝર્વ રાખવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં વરસાદ અટકવા તૈયાર નથી. એવામાં પોરબંદરમાં જળ પ્રકોપની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આજે ફરી અતિભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર સજ્જ છે.




જેના પગલે આજે દ્વારકા અને પોરબંદરમાં શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું છે. અને બંન્ને જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ છે.પોરબંદરમાં ફરી 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પોરબંદરમાં અતિભારે વરસાદના પગલે શહેરના અનેક રસ્તાઓમાં  ખાસ કરીને મુખ્ય માર્ગ એમ.જી રોડને જોડતા અન્ય માર્ગો  પાણીમાં ગરકાવ છે. છાયા પ્લોટ સુદામા ચોક સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે. તો બીજી  તરફ ખાપટની રવિ પાર્ક સોસાયટીમાં ગોઠણડુબ પાણી ભરાયા છે.આ વિસ્તારના રસ્તા પર લગભગ 4 થી 5 ફૂટ પાણી ભરાયા છે. પોલીસે બેરીકેડ મૂકી અવરજવર બંધ કરી છે. અહીના ગ્રામ્ય વિસ્તારો પણ જળબંબાકાર બની ગયા છે.  

શહેરમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થવાથી રહેવાસીઓને મુશ્કેલીઓ જોવા મળી છે.પોરબંદરમાં અતિભારે વરસાદના પગલે 550થી વધુ લોકોનું સ્થળાતર કરવામાં આવ્યુ છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકોનું સ્થળાતર કરાવવામાં આવ્યું છે. લોકોને શેલ્ટર હોમ તેમજ શાળાઓમાં સ્થળાંતર કરાયા છે. શહેરના અનેક નિચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા છે. ઉપરાંત વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. 8 ગામોમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 71 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા.વાડી વિસ્તારના મકાનોમાં ફસાયેલા લોકોનું જીવના જોખમે રેસ્ક્યુ કરાયુ, ફાયર બ્રિગેડના 30 જવાનોએ રેસ્ક્યુ બોટની મદદથી જીવ બચાવ્યાં.




 સતત વરસાદની અસર રેલ્વે પર પણ પડી રહી છે. પોરબંદરમાં ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રેલ્વે ટ્રેકના સમારકામની કામગીરી ચાલી રહી છે. આ શ્રેણીમાં પોરબંદર-કાનાલુસ સેકશનમાં ભારે વરસાદને કારણે પોરબંદરથી દોડતી કેટલીક ટ્રેનોને 20 જુલાઈના રોજ પણ અસર થઇ હતી. ભારે વરસાદને પગલે જેને કારણે રેલ સેવા ખોરવાતા ભાણવડ રેલ્વે સ્ટેશનમાં 250 જેટલા મુસાફરો અટવાતા રેલ્વે તંત્રએ ચા-પાણી નાસ્તાની વ્યવસ્થા બાદ મુસાફરોને ખાનગી બસો મારફત પોરબંદર પહોંચાડયા હતાં.

ભાવનગર રેલ્વે વિભાગના ડીઆરએમ રવિશ કુમાર કહે છે કે પોરબંદર શહેરમાં થોડા કલાકોમાં 300 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. આ અણધાર્યું છે જેના કારણે પાટા પર ઘણું પાણી જમા થઈ ગયું છે. અમારા લોકોએ તત્પરતા બતાવી અને ટ્રેન રોકી. જેથી કોઈ નુકસાન ન થાય...લગભગ 300 થી 400 લોકો કામ કરી રહ્યા છે અને અમે શક્ય તેટલી વહેલી તકે ટ્રેક પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ