:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ગુજરાતને ચાંદીપુરા વાયરસે ભરડામાં લીધું: વાયરસના પગલે રાજ્યમાં અત્યાર સુધીમાં 21 બાળકોએ જીવ ગુમાવ્યો, અમદાવાદમાં 3 બાળકોના મોત

top-news
  • 20 Jul, 2024

ગુજરાતને ચાંદીપુરા વાયરસે ભરડામાં લીધું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 21 બાળકોના જીવ આ વાયરસે લીધા છે. વાયરસ વિવિધ 21 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં ફેલાયો છે. રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસને કારણે અમદાવાદ શહેરમાં 3 બાળકોના મોત, પંચમહાલ-મોરબીમાં 2-2 બાળકોના મોત, મહીસાગર-મહેસાણામાં 1- 1 બાળકનું મોત, સુરેન્દ્રનગર-ગાંધીનગરમાં 1-1 બાળકનું મોત, દાહોદમાં 2, દ્વારકામાં 1 બાળકનું મોત, ગાંધીનગર કોર્પોરેશનમાં 1 બાળકનું મોત, સાબરકાંઠામાં ચાદીપુરાથી 1 દર્દીનું મોત, અરવલ્લી અને રાજકોટમાં 2-2 બાળકોના મોત અને રાજસ્થાનના 1 બાળકનું પણ મોત થયુ છે. ઉલ્લેખનીય છે કે વાયરસના પગલે હાલ તંત્ર સફાળું જાગ્યું છે અને અસરગ્રસ્ત જિલ્લાઓમાં સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચાદીપુરાના કેસમાં બે દિવસમાં વધારો નોંધાયો છે. પ્રાથમિક વિગતો મુજબ આ શંકાસ્પદ વાયરસના કેસનો આંકડો 58 પર પહોંચ્યો છે.. આ સાથે આ શંકાસ્પદ કેસમાં અત્યાર સુધીમાં કુલ 20ના મૃત્યુ થયા છે. નોંધનિય છે કે, અત્યાર સુધી આ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના સેમ્પલ પૂના ખાતે મોકલવામાં આવતા હતા. આ સેમ્પલનું પરિણામ આવતા અંદાજિત એક સપ્તાહ જેટલો સમય લાગતો હતો. જોકે હવે આ સુવિધા ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)માં ઉભી કરાઈ છે. જેને લઈ હવે ચાંદીપુરા વાયરસનું ઝડપથી નિદાન થાય અને સારવાર કરી શકાય.

સાબરકાંઠાથી શરૂ થયેલ ચાંદીપુરા વાયરસના કેસો હવે સમગ્ર રાજ્યમાં ફેલાઈ રહ્યા છે. આ તરફ રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં ચાંદીપુરાના કેસનો આંકડો 58ને પાર પહોંચ્યો છે. જો આપણે આ શંકાસ્પદ કેસની વાત કરીએ તો અત્યાર સુધી સાબરકાંઠામાં 8 કેસ, અરવલ્લીમાં 4 કેસ, મહીસાગરમાં 2 કેસ, ખેડામાં 2, મહેસાણામાં 3, રાજકોટમાં 2 કેસ, સુરેન્દ્રનગરમાં 2, અમદાવાદમાં 4 કેસ, ગાંધીનગરમાં 4, પંચમહાલમાં 7, જામનગરમાં 5, મોરબીમાં 4, જામનગરમાં 5 કેસ, છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 2, વડોદરામાં 1, નર્મદામાં 1, બનાસકાંઠામાં 1, ભાવનગરમાં 1 અને દ્વારકામાં 1 કેસ નોંધાયા છે.

ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિને તાવ આવે છે અને તેના લક્ષણો ફ્લૂ અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવા છે. તે મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય જેવા વાહકો (જંતુઓ) દ્વારા ફેલાય છે. આ વાયરસ માખી દ્વારા ફેલાવાતો હોવાથી તેને મારવા સહિત ડસ્ટિંગ સહિત અન્ય પગલાં લેવા માટે ટીમો તૈનાત કરી છે. ચાંદીપુરા વાયરસ મચ્છર, લોહી ચૂસનાર જંતુઓ અને સેન્ડફ્લાય (માખીઓ) દ્વારા ફેલાય છે. આ જંતુઓ તમારી આજુબાજુ દેખાય તો ધ્યાન રાખજો.