:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

અનરાધાર વરસાદમાં કેવી રીતે રાખશો સ્વાસ્થયની કાળજી: જાણો સ્વચ્છ પાણીની સાથે ક્યા ફળો આરોગવાથી વધશે રોગપ્રતિકારક શક્તિ

top-news
  • 23 Jul, 2024

રાજ્યમાં તાજેતરમાં વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે ઠેર ઠેર રોગચાળો ફાટી નીકળ્યો છે. નાના બાળકોમાં ચાંદીપુરા નામનો વાઇરસ પુષ્કળ પ્રમાણમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે તો મોટા લોકોમાં વાઇરલ તાવ, સરદી, ખાંસીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. આવી પરિસ્થતિમાં દરેકને માટે પોતાને સ્વસ્થ્ય રાખવું પડકારરૂપ બની જતું હોય છે.તેથી આવી પરિસ્થતિમાં દરેકે પોતાના સ્વાસ્થ્ય અંગે થોડી વધારે કાળજી લેવી અતિ આવશ્ય બની જતી હોય છે.

તાજેતરમાં કોવિડ બાદ રોજ નવા નવા વાઇરસ દેશમાં  ફેલાઈ રહ્યા છે. જે કોઇપણ લો ઇમ્યુન સિસ્ટમ ધરાવનાર વ્યક્તિને ઝડપથી અસર કરી શકે છે. તેથી દરેક વ્યક્તિએ સ્વસ્થ્યવર્ધક ખોરાક ખાસ કરીને ઋતુની શરૂઆતમાં લેવો જોઇએ. તેની સાથે ઉકાળેલું પાણી અથવા R.O.ના પાણીનો ઉપયોગ કરવો જોઇએ. વળી સ્વાસ્થય વર્ધક ખોરાકની સાથે ચોમાસામાં બજારમાં મળતા ફળોને આહારમાં સામેલ કરવા રહયા.

તાજા ફળોની વાત કરીએ તો ચોમાસા દરમિયાન બજારમાં કેળાં,નાસપતી, પપૈયું, લીચી, દાડમ, પ્લમ,ચેરી,પિચ વગેરે ફળો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.દરેક ફળ સ્વાસ્થ્ય માટે આશીર્વાદ સમાન જ હોય છે,ખાસ કરીને પપૈયું અને તેના પાંદડા શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.  




 પપૈયાનું ફળ સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. તેમાં હાજર કુદરતી તત્વ રેચક કબજિયાતથી રાહત અપાવવામાં મદદ કરે છે.પરંતુ ફક્ત પપૈયું જ નહીં પરંતુ તેના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે તેટલાજ વરદાનરૂપ છે.   ખાલી પેટે પપૈયું ખાવાથી આંતરડા સાફ થઈ તેમાં રહેલો મળ સહેલાઈથી નીકળી જાય છે. જેથી પેટના ફુલવાની સમસ્યાથી પરેશાન વ્યક્તિને આરામ મળે છે.આ ફળની વિશેષતા એ છે કે તેની સાથે તેના પાંદડા સ્વાસ્થ્ય માટે જાદુઈ લાભ આપતા હોવાથી તેમને આયુર્વેદમાં ઔષધિ તરીકે જોવામાં આવે છે.

પપૈયાના પાનમાં ફાઈબર, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, ફોલેટ, પોટેશિયમ, વિટામિન એ અને વિટામિન સી સારી માત્રામાં જોવા મળે છે. પપૈયાના પાનનો ફાઈબરથી ભરપૂર જ્યુસ પીવાથી બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે, પાચનતંત્ર મજબૂત બને છે અને લોહી શુદ્ધ થાય છે. આટલું જ નહીં, ડેન્ગ્યુના તાવમાં દર્દીઓના પ્લેટલેટ્સ ઘણી વાર ઘટી જાય છે, આવી સ્થિતિમાં પપૈયાના પાંદડાનો રસ પીવાથી દર્દીના પ્લેટલેટ્સ ઝડપથી રિકવર થાય છે.

ન્યુટ્રિશનિસ્ટ અને વેલનેસ એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે પપૈયાના પાંદડામાં વિટામિન સી જેવા પોષક તત્વોની સાથે ઇમ્યુનોમોડ્યુલેટરી અસર પણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવામાં મદદ કરે છે. પપૈયાના પાંદડામાં ફ્લેવોનોઈડ્સ અને આલ્કલોઈડ્સ સહિત ઘણા એન્ટિવાયરલ ગુણધર્મો પણ હોય છે જે શરીરને વાયરલ ચેપ સામે લડવામાં મદદ કરે છે.તો ચાલો જાણી એ પપૈયાના પાંદડાના ફાયદા અંગે :




પાચન: પપૈયાના પાનમાં પપૈન અને ફાઈબર જેવા પોષક તત્વો મળી આવે છે, જે પાચનક્રિયાને સુધારવામાં અને ગેસ, પેટનું ફૂલવું અને અપચો જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ફાયબર આંતરડા માટે ફાયદાકારક છે અને પપૈન પ્રોટીનના ભંગાણમાં મદદ કરે છે.

રોગપ્રતિકારક શક્તિ: પપૈયાના પાનમાં હાજર વિટામિન A, C અને E રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. આ પાંદડામાં હાજર એન્ટીઑકિસડન્ટો ઓક્સિડેટીવ તણાવ ઘટાડીને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

ડાયાબિટીસ કંટ્રોલ:પપૈયાના પાનનું સેવન કરવાથી ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે. તેઓ સ્વાદુપિંડમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતા કોષોનું રક્ષણ કરીને રક્ત ખાંડના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ત્વચા:પપૈયાનો રસ પીવાથી ત્વચાને લગતી ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે. તેમાં હાજર વિટામિન સી અને વિટામિન ઇ જેવા ગુણો વૃદ્ધત્વની સમસ્યાને દૂર કરીને કરચલીઓ સામે લડવામાં મદદ કરે છે.

ડેન્ગ્યુ માટે ફાયકારક: ડેન્ગ્યુથી પીડિત વ્યક્તિના પ્લેટલેટ્સ ઓછા થવા લાગે છે. જેના કારણે ઘણી વખત વ્યક્તિના જીવન પર ખતરો પણ વધી જાય છે. આવી સ્થિતિમાં પપૈયાના પાંદડા પ્લેટલેટ્સ વધારીને રિકવરી ઝડપી કરવામાં મદદ કરે છે.