:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

શહેરના પોલીસ પણ થયા AIથી સજ્જ : મહિલા,નાના બાળકો અને સિનિયર સીટીઝનને તાત્કાલિક મદદરૂપ થવા જાણો શી ગોઠવણ કરાઇ

top-news
  • 23 Jul, 2024

21 મી સદીમાં પહોંચ્યા બાદ દેશમાં દરેક ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે. એવામાં પોલીસ વિભાગ પણ આધુનિક થવા માટે સજ્જ થઈ રહ્યો છે. ત્યારે શહેર પોલીસ દ્વારા નાગરિકોની સલામતી અને સુરક્ષા વધુ ઝડપી બને અને એમાંય ખાસ કરીને મહિલાઓ, નાના બાળકો અને અન્ય વ્યક્તિની સુરક્ષાને ધ્યાનમાં લઈને અનોખી યોજના અમલમાં લાવી છે.

જો તમે આ શહેરના વતની છો તો તમારે માટે આ વાત જાણવી આવશ્યક છે. શહેરમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ મહત્વપૂર્ણ વિવિધ સ્થળો પર ઈમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવ્યા છે. ખાસ કરીને એવા સંજોગોમાં જ્યારે  પરિવાર અથવા અન્ય કોઈની મદદ પહોંચી ન શકે ત્યારે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે  પહોંચી શકે છે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે . 

રસ્તામાં જતી વેળાએ તમે જો આવા થાંભલાઓ પર લગાવેલા બોક્સ જોયા હશે, તો તમારા મનમાં પ્રશ્ન જરૂર થયો હશે કે  આ બોક્સ શા માટે લગાવવામાં આવ્યા છે.તો તમારે આ વાત જાણવી જરૂરી બની જાય છે . પોલીસ હવે 24 X7 દરેક નાગરિકની સુરક્ષા કરવા તત્પર થઈ રહી છે. શહેરના નાગરિક સાથે કોઈ પ્રકારની અપ્રિય ઘટના ન બને તેનું ધ્યાન હવે પોલીસ રાખશે . તો તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી. હવે પોલીસ તમને દરેક પરિસ્થિતિમાં મદદરૂપ થશે.

તમારે ફક્ત આ બોક્સનું  હેલ્પ બટન દબાવવું પડશે. જે વિસ્તારમાં આ ઘટના બની છે, તમારે ઇમરજન્સી કોલ બોક્સ (ECB) માં ઇન્સ્ટોલ કરેલું બટન દબાવવું પડશે અને પોલીસ તમારી મદદ માટે આવશે. શહેરના 205 વિસ્તારોમાં અત્યાર સુધી ઈમરજન્સી કોલ બોક્સ લગાવવામાં આવ્યા છે.આ સ્ટ્રીટ વીડિયો બોક્સ દ્વારા મુશ્કેલીમાં ફસાયેલી વ્યક્તિને તરત મદદ મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે વ્યક્તિને મદદની જરૂર હોય તેણે બોક્સમાં લાગેલું લાલ હેલ્પ બટન દબાવવું એટલે થોડી વારમાં જ તેમનો કોલ સીધો પોલીસ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે. અને કોઈ પણ સંજોગોમાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જશે. 




અમદાવાદના સ્પેશિયલ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીએ જણાવ્યું કે, 'મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે અમે 205 વિસ્તારોમાં ઈમરજન્સી કોલ બોક્સ (ECB) લગાવ્યા છે. તેથી જો કોઈને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તો તેઓ આ બટનને દબાવી શકે છે. આ એક દ્વિ-માર્ગી સંચાર વ્યવસ્થા છે. આ 'નિર્ભયા સેફ સિટી' પ્રોજેક્ટ હેઠળની પહેલ છે.

આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ફંડ આપ્યું છે. હાલમાં અમને દરરોજ સરેરાશ 50 કોલ આવે છે. આ બોક્સમાં ઈમરજન્સી બટન સાથે માઈક, સ્પીકર અને કેમેરા છે. કોઈપણ અપ્રિય ઘટનાના કિસ્સામાં, જો કોઈ વ્યક્તિ આ મશીનમાં ઇન્સ્ટોલ કરેલું બટન દબાવશે, તો પોલીસ કંટ્રોલના રૂપમાં વીડિયો કોલ કરવામાં આવશે અને તમે પોલીસ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ થઈ જશો. આ પછી તમે તમારી સમસ્યા જણાવી શકો છો અને પોલીસ તરત જ તમારી મદદ માટે પહોંચી જશે.

આ ઈમરજન્સી કોલ બોક્સ (ECB) લગાવવાથી મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને સૌથી વધુ ફાયદો થશે. આ સિસ્ટમથી એવા લોકોને ફાયદો થશે જેઓ શહેરમાં એકલા અથવા અસુરક્ષિત અનુભવી રહ્યા છે.નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. આ પ્રકારની સિસ્ટમ શરૂ કરનાર અમદાવાદ ભારતનું પ્રથમ સિટી બન્યું છે. જરૂર પડ્યે પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂમમાંથી નજીકની PCR સેવા અને સિનિયર અધિકારી પણ ઘટના સ્થળે પહોંચી શકે છે.




વધુમાં જો મેડિકલ ઇમરજન્સીની જરૂર હશે તો 108 એમ્બ્યુલન્સ તથા આગ લાગવાની ઘટના હશે તો ફાયર બ્રિગેડ પણ પહોંચી જશે.આ સિવાય કુદરતી આફત સમયે પણ જરૂરી મદદ મળી રહેશે. આમ આ ઇમરજન્સી કોલ બોક્સનું બટન દબાવી તાત્કાલિક મદદ મેળવી શકાશે. હાલ અમદાવાદમાં 80 થી વધુ જગ્યાએ લાઈવ ફીડ કેમેરા લગાવવામાં આવ્યા છે. તેમજ આગામી સમયમાં 3000 થી વધુ ઈમરજન્સી બોક્સ લગાવવામાં આવશે.

આ બટનની ડિઝાઈન એલ એન્ડ ટી કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે. જે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટથી સજ્જ હશે. આ સિસ્ટમ ડસ્ટપ્રૂફ અને વોટરપ્રૂફ બનાવવામાં આવી છે. જેથી બટન દબાવવાથી આ  બોક્સની અંદર આપેલા હાઈ રિઝોલ્યુશન નાઈટ વિઝન કેમેરા એક્ટિવ થઈ જશે. અને તેના વિઝ્યુઅલ પણ કંટ્રોલ રૂમમાં પહોંચી જશે.

વધુમાં આ કેમેરા સેન્સર આધારિત કાર્ય કરે છે. જેથી કોઈપણ સસ્પેક્ટ આ કેમેરામાં દેખાશે તેનું એલર્ટ તેના મેટા ફોટોગ્રાફ્સ એટલે કે એક સેકન્ડના 1000 ક્લિક પ્રમાણેના ફોટોગ્રાફ્સ ફિલ્ટર કરી શકાશે. તેથી શકમંદની તાત્કાલિક અટકાયત કરવા સુધીની કાર્યવાહી પણ કરી શકાશે.