:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ગેંગસ્ટર સાથેના સંબંધોનું LIVE પરિણામ: ગુજરાત કેડરના IAS અધિકારીની પત્નીને ગેંગસ્ટર સાથેનો રિલેશન ભારે પડ્યો, અંતે થયું આવું; વાંચવા જેવો કિસ્સો

top-news
  • 24 Jul, 2024

થોડા સમયમાં પૈસાવાળા થવા કે પોતાના પ્રેમી કે પ્રેમિકા સાથે મજા કરવા કેટલાક લોકો ન કરવાના બધા જ કામો કરતા હોય છે. સારા શબ્દોમાં કહી તો ખરાબ કામ કે ફાંદા પરંતુ જ્યારે આ શોર્ટકર્ટમાં તેને સફળતા મળતી નથી ત્યારે તે પોતાનું જીવન ટુંકાવી દે છે. આવો જ એક કિસ્સો તાજેતરમાં ગુજરાતમાં પ્રકાશમાં આવ્યો છે. એક ગુજરાત કેડરના IAS અધિકારી રણજીતની પત્નીએ તાજેતરમાં જ તેના ઘરની બહાર ઝેર ગટગટાવીને આત્મહત્યા કરી લીધી હતી. હવે આ સમગ્ર ઘટનાની પોલીસ તપાસમાં એક પછી એક નવા ચેપ્ટરો બહાર આવી રહ્યાં છે. તો ચાલો જાણીએ IAS અધિકારીની પત્નીને કઈ રીતે શોર્ટકર્ટ લોન્ગ પડ્યો...

થોડા દિવસો અગાઉ IAS અધિકારીની 45 વર્ષીય પત્નીનું ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું, તેના એક દિવસ બાદ તેણીએ કથિત રીતે તેના પતિના ઘરની બહાર ઝેર પીધું હતું. પોલીસે જણાવ્યું કે મહિ‌લાએ તેના પતિને મહિનાઓ પહેલા છોડી દીધો હતો. તે તમિલનાડુના મદુરાઈના એક ગેંગસ્ટર સાથે રહેતી હતી, જેને હાઈકોર્ટ મહારાજા તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યાએ કથિત રીતે જમીન વિવાદ અને પૈસા પડાવવા માટે ગેંગસ્ટરના ગુનાહિત નેટવર્કનો લાભ લીધો હતો.

પોલીસે જણાવ્યું કે સૂર્યા તેના મૃત્યુના દિવસો પહેલા મદુરાઈમાં 14 વર્ષના છોકરાના અપહરણમાં કથિત રીતે સામેલ હતી. અપહરણકર્તાઓએ ઓટોરિક્ષા ચાલકના મોબાઈલ ફોન પરથી ફોન કરીને છોકરાની માતા પાસેથી 2 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. છોકરાની માતાએ મદુરાઈ પોલીસને જાણ કરી. પોલીસે ત્રણ કલાકમાં છોકરાને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલ સેંથિલકુમાર સહિત એક જૂથ, જે નોકરીમાંથી બરતરફ થયા બાદ મહારાજાની ગેંગમાં જોડાયા હતો, તેણે કથિત રીતે છોકરાનું અપહરણ કર્યું હતું. 

સેંથિલકુમારની તેના સહયોગીઓ અબ્દુલ કાદર, કલિરાજ અને વૈરામણી સાથે ધરપકડ કરવામાં આવી હતી. મદુરાઈ પોલીસે આઈએએસ અધિકારીની પત્ની અને મહારાજાની ધરપકડ કરવા માટે એક વિશેષ ટુકડીની રચના કરી હતી. દરમિયાન, મહિલા 22 જુલાઈના રોજ ગાંધીનગરમાં તેના પતિના ઘરે પરત આવી હતી કારણ કે પોલીસ તેને શોધી રહી હતી. જોકે IAS અધિકારીએ સ્ટાફને આદેશ આપીને તેને ઘરમાં ઘુસવા દીધી નહોતી, તેથી તેણે ઘરની બહાર ઝેર પીધું હતું.

સૂર્યાના ગેંગસ્ટર પ્રેમી હાઈકોર્ટ મહારાજાએ મદુરાઈ સ્થિત ફાઇનાન્સર પાસેથી રૂ. 75 લાખ ઉછીના લીધા હતા. મહારાજા જેલમાં ગયા પછી ફાયનાન્સરે મહિલા પર લોન ચૂકવવા દબાણ કરવાનું શરૂ કર્યું. સૂર્યાએ લોન ચૂકવવા માટે તેની રેસ્ટોરન્ટ અને પાર્લર વેચી દીધું. આ સિવાય તેણે પોતાના અંદાજે 10 લાખ રૂપિયાની જ્વેલરી પણ વેચી દીધી હતી. તેમ છતાં તે લોનની ચૂકવણી કરી શકી ન હતી. તે મહારાજાના ગુનાહિત ઈતિહાસથી અજાણ હતી અને લગભગ એક વર્ષ પહેલા બિઝનેસમાં ભાગીદારી કર્યા બાદ તેની સાથે સંબંધ બાંધ્યો હતો. મહિલાએ ઝેર પી લીધાની ઘટના પૂર્વ આયોજિત હતી કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત, તેઓ એ પણ શોધી રહ્યા છે કે એમ્બ્યુલન્સને સ્થળ પર કોણે બોલાવી હતી.