:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ

top-news
  • 26 Jul, 2024

હાલ સમગ્ર દેશમાં દિવસેને દિવસે ભષ્ટ્રાચાર વધી રહ્યો છે. ત્યારે સરકાર તેને કાબુમાં લેવા સતત પ્રયત્નશીલ છે. તેના એક ભાગરૂપે ગુજરાત સરકાર પણ ભષ્ટ્રાચાર આચરતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ માટે એક કાયદો બનાવી રહી છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં આ અંગેનું વિધેયક લાવવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 12 વર્ષ પહેલાં નિવૃત્ત થયેલા ભ્રષ્ટ અધિકારીઓની મિલકતો જપ્ત કરવાનો કાયદો બનાવ્યો હતો. 

રાજકોટના મહા ભ્રષ્ટાચારી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના કિસ્સાથી ચોંકી ઉઠેલી સરકારે આગામી સત્રમાં વિધેયક લાવવાની તૈયારી શરૂ કરી છે. મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસરની મિલકતનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. સૂચિત કાયદામાં અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ થતાં જ સરકાર તમામ સંપત્તિ અને મિલકતો જપ્ત કરી શકશે.

ગુજરાતમાં સરકારી કચેરીઓ અને જિલ્લા વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચારની ચૂંગાલમાં ફસાયેલા અધિકારી તેમજ કર્મચારીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. ભ્રષ્ટ અધિકારીઓ તેમની ઉપરની કમાણીમાંથી કિંમતી જમીનો, ફાર્મ હાઉસ અને અન્ય મિલકતોમાં રોકાણ કરી રહ્યાં છે. આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિના કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જો કે હવે કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે. દેશમાં અગાઉ 2006માં ઓરિસ્સા સરકારે અને 2009માં બિહાર સરકારે આ અંગેના કાયદા પસાર કર્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટમાં અરજી થતાં અટકાવી દેવાયા છે.



સૂચિત કાયદામાં ભ્રષ્ટ અધિકારી જ નહીં પણ તેના પરિવારજનો અને ભળતા નામે ખરીદેલી મિલકતો પણ જપ્ત કરી શકાશે. ગુજરાતમાં એવા પણ કિસ્સા બન્યાં છે ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કર્યો હોય પરંતુ નિવૃત્તિ બાદ જે તે અધિકારી સામે કાર્યવાહી થતી હોય છે. કેન્દ્ર સરકારે 12 વર્ષ પહેલાં બનાવેલો કાયદો નિવૃત્તિ પછી પણ અધિકારીની મિલકતો જપ્ત કરી શકે છે.

ગુજરાત વિઝિલન્સ કમિશનના છેલ્લા રિપોર્ટમાં સચિવાલયના 21 વિભાગોમાં ભ્રષ્ટાચારની કુલ 12,049 ફરિયાદ એક જ વર્ષમાં નોંધાઈ હતી જે પૈકી સૌથી વધુ 2996 ફરિયાદો શહેરી વિકાસ વિભાગની તેમજ 1735 ફરિયાદ મહેસૂલ વિભાગની હતી. આ કમિશનમાં વર્ષ 2020માં 8373 ફરિયાદ નોંધાઈ હતી અને 983 અધિકારી સામે પગલાંની ભલામણ કરવામાં આવી હતી. વર્ષ 2021માં 11,226 ફરિયાદ પૈકી 1148 અને 2022માં 12608 ફરિયાદ પૈકી 1548 કેસોમાં પગલાંની ભલામણ કરવામાં આવી હતી.