:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

મોટી હોનારતઃ ધ્રાંગધ્રાની 10થી વધુ દુકોનોમાં લાગી આગ, દુકાનદારોમાં દુખનો માહોલ

top-news
  • 07 Nov, 2023

દિવાળી પહેલા જ ધ્રાંગધ્રાની 10થી વધુ દુકાનોમાં ભીષણ આગ લાગી છે. દુકાનોમાં લાગેલી આગને કારણે બાજુમાં આવેલી બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ ભભૂકી ઉઠી છે. હાલ ફાયર ફાઇટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ ભીષણ આગને કારણે સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ છવાયો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં વેદાંત કોમ્પલેક્ષમાં સવારે ભીષણ આગ લાગી હતી. ધ્રાંગધ્રાની મુખ્ય બજારમાં વહેલી સવારે પાંચ વાગ્યે આગ લાગતા 10થી વધુ દુકાનોમાં ફેલાઇ ગયાનું જાણવા મળી રહ્યુ છે. આ સાથે દુકાનોની બાજુમાં આવેલી બ્લડ બેંક તેમજ લેબોરેટરીમાં પણ આગ લાગી છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જોકે, આ આગ પાછળનું ચોક્કસ કારણ એફએસએલના રિપોર્ટમાં જાણવા મળશે.

આ અંગે ફાયર બ્રિગેડના ચીફ ઓફિસરે જણાવ્યું છે કે, હજી સુધી આ આગને કારણે કોઈને જાનહાનિ થઇ નથી.ધ્રાંગધ્રાનાં રાજકમલ ચોકમાં વિકરાળ આગ લાગવાથી 10થી વધુ દુકાનો બળીને ખાખ થઇ છે. જેના કારણે દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયાની સંભાવના વર્તાઇ રહી છે. ધ્રાંગધ્રાનાં રાજકમલ ચોકમાં વિકરાળ આગ લાગવાથી 10થી વધુ દુકાનો બળીને ખાખ થઇ છે. જેના કારણે દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયાની સંભાવના વર્તાઇ રહી છે.
ધ્રાંગધ્રાનાં રાજકમલ ચોકમાં વિકરાળ આગ લાગવાથી 10થી વધુ દુકાનો બળીને ખાખ થઇ છે. જેના કારણે દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયાની સંભાવના વર્તાઇ રહી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎