CMની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકઃ આ મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા

- 12 Oct, 2023
આજે ગાંધીનગરમાં ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં રાજ્યના મહત્વના અને પ્રાથમિક પ્રશ્નોને લઈને ચર્ચા કરવામાં આવશે.
મહત્વનું છે કે ગાંધીનગર ખાતે દર બુધવારે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાય છે, પરંતુ ગઈકાલે વાયબ્રન્ટ ગુજરાત સમિટને લઈને CM ભૂપેન્દ્ર પટેલની મુંબઈમાં ઉદ્યોગકારો સાથે બેઠક હોવાને કારણે કેબિનેટની બેઠક ગુરુવારે યોજવાનું નક્કી કરાયું હતું.
જાણકારી મુજબ આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર કેબિનેટની બેઠકમાં , ભારત પાકિસ્તાન મેચની સુરક્ષા, નવરાત્રીમાં આરોગ્ય વિભાગના આયોજન સંદર્ભે ચર્ચા થશે. 14મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત પાકિસ્તાનની મેચ યોજાનાર છે ત્યારે આ કેબિનેટ બેઠકમાં ભારત પાકિસ્તાનની મેચની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે.
15મી ઓક્ટોબરથી નવરાત્રીનો પર્વ શરુ થઈ રહ્યો છે. ત્યારે આ બેઠકમાં નવરાત્રીના પર્વને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. નવરાત્રીમાં આરોગ્યલક્ષી કામગીરી બાબતે ચર્ચા કરવામાં આવશે.
આજની બેઠકમાં નવરાત્રી ભારત પાકિસ્તાન મેચની સુરક્ષાની સમીક્ષા ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. તેમજ અતિવૃષ્ટિ સહાય સંદર્ભે પણ બેઠકમા સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર પણ સમીક્ષા કરવામાં આવશે.