November 29, 2022
November 29, 2022

નરેન્દ્ર મોદી જ સાચા PM, જેમાં P ફૉર પરસેવો અને M ફૉર મહેનત: સંબિત પાત્રા

 સંબિત પાત્રાએ PMની નવી વ્યાખ્યા આપી..

ગુજરાત વિધાનસભાના મતદાનનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ એકબીજા રાજકીય પક્ષો દ્વારા ખેંચતાણ અને ધમાલ જોવા મળી રહી છે. ખાસ કરીને ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારીને દરેક બેઠકો પર ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ સંબોધીને PMની નવી વ્યાખ્યા આપી હતી.

ભાજપ પ્રવક્તાએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી જ દેશના PM છે અને તેમણે PMનો સાચો અર્થ પી ફૉર પરસેવો અને એમ ફ઼ર મહેનત બતાવીને ચરિતાર્થ કરી બતાવ્યો છે. PM મોદી દેશહિતમાં 24 કલાક કાર્યરત રહે છે. જ્યારે કોંગ્રેસ પાસે નથી મહેનત કે નથી પરસેવો. કોંગ્રેસના કોઇ લીડર ચૂંટણી પ્રચારમાં આવ્યાં નથી અને એટલે જ સાબિત થાય છે કે, કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં હાર ભાળી ગઇ છે. કોંગ્રેસને ખબર છે કે, આ વખતની ચૂંટણીમાં તેમને ડબલ ડિઝીટમાં સીટો મળે તો પણ ઘણું છે.

ગુજરાતમાં આગામી તા. 1લી ડિસેમ્બર અને તા. 5મી ડિસેમ્બરે ચૂંટણી યોજાવા જઇ રહી છે, ત્યારે તેમાં કોઇ શંકા નથી કે ગુજરાતની જનતા વિકાસની રાજનીતિને ધ્યાને લઇ મતદાન કરશે સૌથી વધુ કમળ સૌથી વધુ લીડ સાથે ગુજરાત વિધાનસભામાં મોકલવાના છે. ગુજરાતની ચૂંટણી ભાજપા અને કોંગ્રેસ વચ્ચે યોજાઇ રહી છે.

વધુમાં સંબિત પાત્રાએ જણાવ્યું કે, આજે સવારથી ન્યૂઝ ચેનલોમાં POK વિશે ચર્ચા ચાલે છે. કોંગ્રેસે ક્યારેય દેશના જવાનો ઉપર વિશ્વાસ નથી કર્યો. દેશના જવાનોએ પોતાની જાતની ચિંતા કર્યા વગર સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી, ત્યારે આજ કોંગ્રેસે સાબિતી માંગી હતી. જે લોકો ભારત વિરુદ્ધ ઝેર ઓકે છે, તેઓ કોંગ્રેસ પાર્ટીના છે તેવું જનતા પણ જાણે છે. જ્યાં કોંગ્રેસ ત્યાં ભ્રષ્ટાચાર અને જ્યાં વિકાસ ત્યાં ભાજપા.

આજે સુરતમાં થયેલ રૂ.75 લાખના કૌભાંડમાં સંડોવાયેલ બી. એમ. સંદિપ અને ઉદય ગુર્જર, કે જેઓ રાહુલ ગાંધી અને અશોક ગેહલોતના અત્યંત નજીકના માણસો ગણવામાં આવે છે, ત્યારે કોંગ્રેસ કેટલી બોખલાઇ છે તેનો અંદાજ રાજ્યની જનતા જાણી ચૂકી છે.

રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી તેઓની ગુજરાતમાં હાર નક્કી છે, તે જાણી ચૂકી છે અને એટલા માટે જ તેઓ કે તેમના કોઇ રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવતાં નથી. રાહુલ ગાંધીની જ્યાં ચૂંટણી યોજાઇ રહી છે, ત્યાં ભારત જોડો યાત્રા જવાની નથી કારણ કે તેઓ જાણે છે યાત્રા ત્યાં લઇ જવાનો કોઇ અર્થ નથી.

આમ આદમી પાર્ટીને આડેહાથ લેતા જણાવ્યું કે, ગુજરાતની જનતા જાણે છે કે, અરવિંદ કેજરીવાલની માત્ર ફેસબુકમાં જ હવા ચાલે છે. ગુજરાતની ધરતી પર તેઓની ક્યાંય હવા ચાલતી નથી. લોકતંત્રના આ મહાપર્વમાં કેજરીવાલને સિંગલ ડિઝીટમાં સીટ આપે તો પણ બહુ કહેવાય કારણ કે તેમના મુખ્યમંત્રી પદના ઉમેદવાર સહિત તમામ ઉમેદવારોની ડિપોઝીટ ગુજરાતની જનતા આંચકી લેવાની છે.

 14 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved