November 29, 2022
November 29, 2022

ગુજરાતમાં નવા-જૂનીના એંધાણ : ધારાસભ્ય લલિત વસોયા ધારણ કરશે કેસરિયો..!

જયેશ રાદડિયા સાથે જોવા મળતા રાજકારણ ગરમાયુ

એક બાજુ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી છે ત્યાં બીજી બાજુ પક્ષપલ્ટાની મોસમ પણ શરૂ થઈ ગઈ છે. આ સ્થિતિ વચ્ચે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા ફરીવાર ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા છે. ખોડલધામ પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં લલિત વસોયાનો ફરીવાર ભાજપ પ્રેમ છલકાયો છે. લલિત વસોયા સાથે પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા જોવા મળ્યા. આ પહેલા પણ લલિત વસોયા અનેક વખત ભાજપના ધારાસભ્ય અને સાંસદ સભ્ય સાથે જોવા મળી ચુક્યા છે. એવી પણ ચર્ચા થઈ રહી છે કે, કોંગી ધારાસભ્ય લલિત વસોયા શારિરિક રીતે કોંગ્રેસમાં તો છે. બાકી તેમનો અંતરઆત્મા ભાજપમાં લીન થયો છે.

  • ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાનો ભાજપ પ્રત્યે પ્રેમ ફરી ઉભરાયો
  • ખોડલધામના કાર્યક્રમમાં લલિત વસોયા પૂર્વ કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા સાથે જોવા મળ્યા
  • જાહેર કાર્યક્રમમાં ભાજપના નેતાઓ સાથે વસોયાની મુલાકાત વધી
  • લલિત વસોયા આગામી દિવસોમાં ભગવો કરી શકે ધારણ

મળતી માહિતી પ્રમાણે લલિત વસોયા અગાઉ પણ કહી ચુક્યા છે કે મારો અંતરઆત્મા કહેશે તેમ કરીશ. તેમ છતાં પોતે કોંગ્રેસમાં હોવાનો દાવો કરે છે. લલિત વસોયાનો ભાજપ પ્રત્યેનો પ્રેમ હવે છુપો રહ્યો નથી. પરંતુ હવે આ ભાજપ પ્રત્યેનો પ્રેમ જગજાહેર થયો છે. જેથી આગામી દિવસોમાં લલિત વસોયા નવા જૂની કરી શકે છે.

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved