February 1, 2023
February 1, 2023

તમામ મંત્રાલયોની મહત્વની બેઠકમાં સ્માર્ટફોન-સ્માર્ટવોચ પર રોક

હવે સરકારી અધિકારીઓને વ્હોટ્સઅપ ટેલિગ્રામ વાપરવા મુદ્દે નવા આદેશ

સરકારી અધિકારીઓ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર નવી ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. ઉપરાંત મંત્રાલયની મિટિંગમાં અમુક ગેજેટ્સ પર પ્રતિબંધ પણ મુકાયો છે.

અધિકારીઓ દ્વારા રાષ્ટ્રીય સંચાર સુરક્ષા નીતિની ગાઈડલાઇન્સ અને સરકારી નિર્દેશોના ભંગ અને માહિતીના લીક થયા બાદ ગુપ્તચર એજન્સીઓએ સંચાર પર નવી માર્ગદર્શિકા જારી કરી છે. નવા નિર્દેશમાં તમામ સરકારી અધિકારીઓને પ્રાઇવેટ અને સિક્રેટ માહિતી શેર કરવા માટે વ્હોટ્સએપ, ટેલિગ્રામ જેવી એપનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘણા અધિકારીઓ મહત્વપૂર્ણ દસ્તાવેજોને તેમના ફોનમાં સ્કેન કરીને રાખે છે અને પછી તેને વિવિધ એપ્સ દ્વારા અન્ય લોકો સાથે શેર કરે છે જે બિલકુલ સુરક્ષિત નથી.

WhatsApp કે Telegram જોખમી
એક અહેવાલ અનુસાર, ગુપ્તચર એજન્સીઓના નિર્દેશોમાં કહેવામાં આવ્યું હતું કે WhatsApp કે Telegram જેવી એપ્સ પર ગોપનીય માહિતી શેર કરવી જોખમથી મુક્ત નથી, કારણ કે ખાનગી કંપનીઓ તેમના સર્વર પર ડેટા સ્ટોર કરે છે જે દેશની બહાર સ્થિત છે. આ ડેટાનો દુરુપયોગ પણ થઈ શકે છે. અધિકારીઓને વીડિયો કોન્ફરન્સિંગ પર મીટિંગ કરવા અને ઘરેથી કામ કરવાની સૂચના પણ આપવામાં આવી છે.

સ્માર્ટફોન અને સ્માર્ટવોચને મીટિંગ રૂમની બહાર રાખો
તમામ મંત્રાલયોને મોકલવામાં આવેલા નવા નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓએ પોતાના સ્માર્ટફોન અને સ્માર્ટ વોચને મીટિંગ દરમિયાન રૂમની બહાર રાખવ. આ સિવાય ઓફિસોમાં એમેઝોન ઇકો, એપલ હોમપોડ, ગૂગલ હોમ જેવા સ્માર્ટ ડિવાઇસના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હોમ નેટવર્ક દ્વારા કોઈપણ મહત્વપૂર્ણ દસ્તાવેજો મોકલવા પર પણ પ્રતિબંધ છે.

 107 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved