કેટલીક મહિલાઓને ડેટ માટે ઓફર કરી ચૂકયા છે ગેટ્સઃ રિપોર્ટ
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બિલ ગેટ્સ પરણિત હોવા છતાં કેટલીક મહિલાઓને ડેટ માટે ઓફર કરી ચૂકયા હતા. તેમાં માઈક્રોસોફટ તથા બિલ અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનમાં કામ કરનારી મહિલાઓ સામેલ છે. જોકે રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે તેમણે ક્યારેય કોઈ મહિલા પણ દબાણ કર્યું નથી.
માઈક્રોસોફટના સંસ્થાપક અને વિશ્વના સૌથી અમીર લોકોમાં સામેલ બિલ ગેટ્સે તાજેતરમાં જ પોતાની પત્ની મેલિંડા ગેટ્સ સાથે છુટાછેડાની જાહેરાત કરી હતી. જોકે તે પછી તેમની અગત જીંદગીને લઈને ઘણા પ્રકારના ખુલાસા થઈ રહ્યાં છે. ન્યુયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ બિલ ગેટ્સે લગ્ન થયા હોવા છતા ઘણી મહિલાઓને ડેટ માટે પુછ્યું હતું.
167 , 1