November 29, 2022
November 29, 2022

ન્યુઝીલેન્ડે પ્રથમ વનડેમાં ભારતને 7 વિકેટે હરાવ્યું, શ્રેણીમાં 1-0ની લીડ મેળવી

221 રનની ભાગીદારીથી લાથમ અને વિલિયમસને ન્યુઝીલેન્ડને જીત અપાવી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચોની પ્રથમ મેચ આજે ઓકલેન્ડમાં રમાઈ હતી, જેમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે 7 વિકેટે પરાજય થયો છે. આ મેચમાં ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને જીતવા 307 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. તો ન્યુઝીલેન્ડની ટીમે 47.1 ઓવરમાં 3 વિકેટે 308 રન જીત હાંસલ કરી લીધી હતી. કેન વિલિયમસન અને ટોમ લાથમ વચ્ચેની 221 રનની ભાગીદારીના કારણે કિવી ટીમે સાત વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે ન્યુઝીલેન્ડે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમે ન્યુઝીલેન્ડની ટીમ સામે મોટો સ્કોર કર્યો હતો, તેમ છતાં ન્યુઝીલેન્ડ ટીમની શ્રેષ્ઠ બોલીંગ અને બેટીંગના કારણે તેની જીત થઈ છે.

ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતીય ટીમની ઓપનિંગ જોડીએ સારી શરૂઆત આપી હતી અને પ્રથમ વિકેટ માટે 23.1 ઓવરમાં 124 રન જોડ્યા હતા. અહીં શુભમન ગિલ 65 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. બીજી જ ઓવરમાં શિખર ધવન પણ 77 બોલમાં 72 રનની ઈનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી શ્રેયસ અય્યરે એક છેડો સંભાળ્યો. બીજા છેડેથી ટૂંકા અંતરે વિકેટો પડતી રહી. પ્રથમ બેટિંગ કરતા ભારતે શ્રેયસ અય્યર, શિખર ધવન અને શુભમન ગિલની અડધી સદીના કારણે સાત વિકેટ ગુમાવીને 306 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી ટિમ સાઉથી અને લોકી ફર્ગ્યુસને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

307 રનના લક્ષ્યાંકના જવાબમાં ન્યૂઝીલેન્ડે ફિન એલન (22)ના રૂપમાં તેની પ્રથમ વિકેટ વહેલી ગુમાવી દીધી હતી. દેવન કોનવે (24) પણ કુલ 68 રન બનાવ્યા હતા. ડેરીલ મિશેલ (11) પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. કિવી ટીમે 19.5 ઓવરમાં 88 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કેપ્ટન કેન વિલિયમસને ટોમ લાથમ સાથે મળીને 164 બોલમાં 221 રનની અણનમ ભાગીદારી કરીને ન્યુઝીલેન્ડને જીત અપાવી હતી. કિવી ટીમે 47.1 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. ભારત તરફથી ઉમરાન મલિકને બે અને શાર્દુલ ઠાકુરને એક વિકેટ મળી હતી. ભારત તરફથી ઉમરાન મલિકે સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. જો કે આ મેચમાં તમામ ભારતીય બોલરો ઘણા મોંઘા સાબિત થયા હતા. સુંદરે ચોક્કસપણે રન આપ્યા, પરંતુ તે કોઈ વિકેટ લઈ શક્યો નહીં.

 16 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved