September 27, 2022
September 27, 2022

ઘરેલું હિંસા મામલે મહિલાઓ જાતે જ રાજી!

NFHના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

દેશમાં મહિલા સશક્તિકરણ અને તેમના અધિકારીની વાત થઈ રહી છે. ઘરેલું હિંસા અંગેના કાયદાને વધુ કઠોર બનાવાઈ રહ્યા છે. ત્યારે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સર્વેમાં જણાવ્યા પ્રમાણે તેલંગાણા જેવા રાજ્યમાં 83.8 ટકા મહિલાઓ પોતે માનતી હતી કે તેમના પતિ દ્વારા મારપીટ કરવી યોગ્ય છે. આ સિવાય કર્ણાટકના 81.9 ટકા પુરુષોનો પણ આ જ અભિપ્રાય છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે દ્વારા ઘરેલુ હિંસા પર જમ્મુ-કશ્મીર સહિત 18 રાજ્યોની મહિલાઓ અને પુરુષોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. આ રાજ્યોમાં આસામ, આંધ્રપ્રદેશ, બિહાર, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, તેલંગાણા, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.

સર્વેમાં શું હતા પ્રશ્ન

સર્વેમાં મહિલાઓ અને પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરેકને એક સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે- ‘તમારા મતે શું પતિએ પોતાની પત્ની સાથે મારઝુડ કરવી યોગ્ય છે?’આ સર્વેમાં વિવિધ પરિસ્થિતિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

જો તે જાણ કર્યા વિના ઘરની બહાર જાય છે?
જો તે ઘરની કે બાળકોની અવગણના કરે તો?
જો પત્ની પતિ સાથે ઝઘડો કરે?
જો પત્ની તેની સાથે યૌન સંબંધ બાંધવાનો ઈન્કાર કરે તો?
જો પત્ની યોગ્ય રીતે રસોઈ બનાવતી નથી?
જો તે કોઈ બીજા સાથે સંબંધમાં હોય તો?
જો તે સાસરિયાં પ્રત્યે અનાદર ભાવ દર્શાવે તો?
આશ્ચર્યચકિત કરતા પરિણામો

આ સર્વે 2019થી 2021 દરમિયાન કરવામાં આવ્યો હતો. જેના પરિણામો બુધવારે જાહેર કરવામાં આવ્યા હતા. આમાં સૌથી વધુ તેલંગણાની મહિલાઓ (83.8 ટકા) માને છે કે તેમના પતિ દ્વારા મારપીટ કરવી યોગ્ય છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં આ પ્રશ્ન પર મહિલાઓની સહમતિ સૌથી ઓછી હતી. અહીં માત્ર 14.8 ટકા મહિલાઓએ ઘરેલુ હિંસાનું સમર્થન કર્યું છે. આ સિવાય કર્ણાટકના પુરુષોની સૌથી વધુ સંખ્યા (81.9 ટકા)એ તેને યોગ્ય ઠેરવ્યું, જ્યારે હિમાચલના માત્ર 14.2 ટકા પુરુષોએ ઘરેલુ હિંસાનું સમર્થન કર્યું.

તમને જણાવી દઈએ કે, આ સર્વેના પરિણામો 2018માં પણ બહાર પાડવામાં આવ્યા હતા. સર્વે 2015 અને 2016 ની વચ્ચે પૂર્ણ થયો હતો. આ મુજબ, 52 ટકા મહિલાઓએ ત્યારે માન્યું હતું કે પતિ માટે તેની પત્નીને મારવું યોગ્ય છે. જ્યારે, માત્ર 42 ટકા પુરુષો તેની સાથે સહમત હતા.

 48 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved