રાહુલના ભાષણ પર ભાજપના સાંસદે વાંધો ઉઠાવ્યો
કોંગ્રેસના સંસદસભ્ય અને સિનિયર નેતા રાહુલ ગાંધી દ્વારા ગઈકાલે લોકસભામાં જોરદાર સ્પીચ આપવામાં આવી હતી પરંતુ તેની સામે ભાજપના સાંસદ દ્વારા વાંધો લેવામાં આવ્યો છે અને રાહુલ ગાંધીની સામે વિશેષાધિકાર ભંગના પ્રસ્તાવની નોટિસ આપવામાં આવી છે.
ભાજપના સંસદસભ્ય દુબે દ્વારા અપાયેલી નોટિસમાં એવો આરોપ મુકવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની સામે પાયા વગરના આરોપ મૂકીને અન્ય સંસદ સભ્યો તેમજ જનતાને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે અને ગૃહની ગરિમાનો અનાદર કર્યો છે.
રાહુલ ગાંધીએ એવો આરોપ મૂક્યો હતો કે યુનિયન ઓફ સ્ટેટ નું શાસન કરવાને બદલે એક કિંગડમ નું શાસન કરવામાં આવી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે.
રાહુલ ગાંધીએ આ ઉપરાંત પણ મોદી સરકારની સામે બીજા કેટલાક ભયંકર આરોપ મૂક્યા હતા. ભાજપના સંસદસભ્ય દ્વારા એવો આરોપ મુકવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીએ જનતાની અને બીજા સંસદસભ્યોની ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કર્યો છે.
68 , 1