November 29, 2022
November 29, 2022

હવે HPએ છટણી કરવાનો નિર્ણય લીધો

6,000 કર્મચારીઓની છટણી કરાશે

દુનિયાની મોટી કંપનીઓમાં ચાલી રહેલ છટણીની પ્રક્રિયા હજુ અટકી નથી. મેટા, ટ્વિટર, એમેઝોન બાદ હવે HPએ પણ પોતાના કર્મચારીઓ છટણી કરવાનો નિર્ણય લીધો. મળતી માહિતા મુજબ લેપટોપ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદક HP તેના 6,000 કર્મચારીઓની છટણી કરી શકે છે, પરંતુ આ છટણી એક સાથે થશે નહીં.

પ્રાપ્ત માહિતી અનુસાર, 2025 સુધીમાં કંપની તેના કર્મચારીઓની સંખ્યામાં 6,000નો ઘટાડો કરશે. નોંધનીય છે કે, HP Inc માં હાલમાં લગભગ 50,000 લોકો કામ કરી રહ્યા છે. 6,000 છટણીનો અર્થ એ છે કે કંપની તેના વૈશ્વિક કર્મચારીઓમાં 12 ટકાનો ઘટાડો કરશે. કંપનીએ જાહેરાત કરી છે કે તે આગામી વર્ષોમાં લગભગ 4,000 થી 6,000 કર્મચારીઓની છટણી કરશે.

HPએ તેના નાણાકીય વર્ષ 2022ના રિપોર્ટમાં આ માહિતી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “કંપની વૈશ્વિક સ્તરે લગભગ 4,000-6,000 કર્મચારીઓને ઘટાડશે તેવી અપેક્ષા છે. આ કામ નાણાકીય વર્ષ 2025 ના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

ઉલ્લેખનીય છે કે, ફેસબુક (મેટા) એ વૃદ્ધિના અભાવને કારણે 2 અઠવાડિયા પહેલા 11,000 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. આના અસરગ્રસ્તોમાં ભારત સહિત વિશ્વના ઘણા દેશોના લોકો સામેલ હતા.

 29 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved