February 1, 2023
February 1, 2023

અખિલેશ યાદવ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડનાર ઓમ પ્રકાશ રાજભરની NDAમાં થઈ શકે છે વાપસી..

યુપીમાં ચુંટણીના પરિણામો બાદ મોટી રાજકીય ઉથલપાથલ થવાની અટકળો

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પરિણામ પછી મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. યુપી ચૂંટણીમાં અખિલેશ યાદવના નેતૃત્વવાળી સમાજવાદી પાર્ટી (સપા) સાથે ગઠબંધન કરી ચૂંટણી મેદાનમાં ઉતરેલી ઓમપ્રકાશ રાજભરની સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા) ફરીથી ભાજપના નેતૃત્વવાળા એનડીએમાં સામેલ થઈ શકે છે.

ઓમપ્રકાશ રાજભર ફરીથી NDAમાં વાપસી માટે તૈયાર છે. ઓમપ્રકાશ રાજભર તેના માટે ગૃહમંત્રી અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન, સુનિલ બંસલ સાથે મુલાકાત પણ કરી ચુક્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓમપ્રકાશ રાજભરને સુભાસપાના ક્વોટામાંથી યોગી મંત્રિમંડળમાં મંત્રી પણ બનાવી શકાય છે.

મળતી માહિતી મુજબ ઓમપ્રકાશ રાજભરે અમિત શાહ, ધર્મેન્દ્ર પ્રધાન અને સુનિલ બંસ સાથે 18 માર્ચના રોજ મુલાકાત કરી હતી. ઓમપ્રકાશ રાજભરની આ નેતાઓ સાથે મુલાકાત અંદાજે એક કલાક ચાલી હતી. જોકે સત્તાવાર રીતે તેની પુષ્ટી હજી નથી થઈ. ભાજપ અને ઓમ પ્રકાશ રાજભરે આ સંબંધમાં કોઈ નિવેદન નથી આવ્યું.

 93 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved