February 2, 2023
February 2, 2023

દિવાળીના દિવસે અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

બેસતા વર્ષના દિવસે અન્નકૂટ ધરાવવાનું મુલતવી રહેશે

આ વખતે દિવાળીના દિવસે માં અંબેના ભક્તો માતાજીના દર્શનનો લાભ લઇ શકશે નહીં. દિવાળીના દિવસે મંદિર દિવસભર બંધ રાખવામાં આવશે. દિવાળીના દિવસે અમાવસ્યા હોય છે. પણ આ વખતે અમાવસ્યાની સાથે સૂર્યગ્રહણ પણ હોવાને કારણ મંદિર આખો દિવસ બંધ રહેશે.

અરવલ્લીની ગીરીમાળામાં આવેલ અને ભારતભરમાં યાત્રાઘામ તરીકે મશહુર એવુ શ્રી આરાસુરી અંબાજી માતા મંદિર ગુજરાત રાજ્યના બનાસકાંઠા જીલ્લાના દાતા તાલુકામાં આવેલ. જે એક પુરાણપ્રસિદ્ધ શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી તીર્થમાં લાખો ભાવિક ભક્તિનો માના દર્શાનાર્થે આવે છે. 358 સુવર્ણ કળશ ધરાવતું ભારત ભરમાં એક માત્ર શક્તિપીઠ છે. 51 શક્તિપીઠોમાં હૃદયસમુ અંબાજી લાખો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે. દિવાળીના દિવસે અંબાજી મંદિર દિવસભર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

અંબાજી મંદિરમાં દિવાળીના દિવસે આરતીના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. દિવાળીના દિવસે સવારે 4.39 વાગ્યે ગ્રહણ લાગતો હોવાતી મંદિર દિવસભર બંધ રહશે, સવારે 7.30 વાગ્યા કરાતી આરતી પણ સવારે 4.00 વાગ્યે કરવામાં આવશે. જયારે સાંજની આરતી 6.30 વાગ્યાની જગ્યાએ રાત્રીના 9.30 વાગ્યે કરવામાં આવશે. આ ઉપરાંત છપ્પનભોગનો અન્નકૂટ ધરાવવામાં આવે તે પણ આ વખતે બંધ રાખવામાં આવ્યો છે. સૂર્યગ્રહણને કારણે વેદ લાગવાના કારણે માતાજીને સન્મુખ મીઠાઈ ધરાવી શકાય નહીં. એટલે બેસતા વર્ષના દિવસે અન્નકૂટ ધરાવવાનું મુલતવી રાખવામાં આવેલ છે.

 56 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved