September 27, 2022
September 27, 2022

નવા નાણાકીય વર્ષમાં પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર નજીવા ઘટાડા સાથે ખુલ્યા, બાદમાં વધારો

સેન્સેક્સમાં 200 અંકોનો વધારો, નિફ્ટી 17,500ને પાર

નવા નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ દિવસે, ભારતીય શેરબજાર સામાન્ય ઘટાડા સાથે વેપાર ખુલ્યા છે. સેન્સેક્સ-નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. એશિયન બજારોમાં નબળાઈના કારણે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 37 પોઈન્ટ ઘટીને 58830 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 27 પોઈન્ટ વધીને 17436 પોઈન્ટ પર ટ્રેડિંગ શરૂ કર્યો હતો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ પોઈન્ટ 224.65 (0.38 ટકા)ના વધારા સાથે 58,793.16ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 69 પોઈન્ટ (0.40 ટકા)ની મજબૂતી સાથે17,534.70ના સ્તર પર વેપાર કરી રહ્યો હતો.

આજના ટ્રેડિંગમાં, નિફ્ટીના 50 માંથી 26 સ્ટોક તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 24 સ્ટોક એવા છે જ્યાં મંદી સાથે ટ્રેડિંગ થઈ રહ્યું છે. જ્યારે સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેર લીલા નિશાનમાં અને 15 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે 117 પોઈન્ટના ઉછાળા સાથે 36,490 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.

 47 ,  2 

Gujarat Vandan © 2021, All Rights Reserved