September 25, 2022
September 25, 2022

નીતિન પટેલ પણ મોદીના માર્ગે – નહેરૂ ગુજરાત વિરોધી હતા : વિધાનસભામાં હોબાળો

નર્મદા યોજના રોકવા નહેરૂએ પગલા ભર્યા હતા – નીતિન પટેલ

ગુજરાત વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે ગૃહમાં ભારે હોબાળો મચ્યો હતો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદન મુદ્દે ગૃહમાં હોબાળો મચ્યો હતો.

નીતિન પટેલે ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, સરદાર સરોવર ડેમ સરદાર પટેલની કલ્પના હતી. જવાહરલાલ નહેરૂએ ગુજરાતમાં રોડા નાંખ્યા હતા. જવાહર લાલ નહેરૂ ગુજરાત વિરોધમા રહ્યા છે. ખોટી ક્રેડિટ આપવાનો પ્રયાસ ના કરશો. કલ્પસર યોજનાના પેટા પ્રશ્ન સમયે હોબાળો થયો હતો.

જેના જવાબમાં સી. જે. ચાવડાએ કહ્યું સરદાર પટેલ પણ 25 વર્ષ કોંગ્રેસના પ્રમુખ હતા. અમે સરદાર અને નહેરુ બધાને શ્રેય આપીશું. આ મુદ્દે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. વેલમાં કોંગ્રેસ ના ધારાસભ્યો ઘસી આવ્યા હતા. ગૃહમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ઝપાઝપી થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી. 15 મિનિટ માટે ગૃહ સ્થિગીત કરાયુ. વિપક્ષના હોબાળાના પગલે સાર્જન્ટને બોલાવવા પડ્યા હતા. નીતિન પટેલ માફી માગે તેવી કોંગ્રેસ માંગ કરી હતી.

 67 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved