September 25, 2022
September 25, 2022

ગાંધીનગરમાં તબીબોની બીજા દિવસે હડતાળ યથાવત, દર્દીઓ રઝળ્યા

માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ધરણા પ્રદર્શન કરશે

ગાંધીનગર સહિત ગુજરાતભરના સિનિયર તબીબોની હડતાળનો આજે બીજો દિવસ છે. બીજા દિવસે તબીબો દ્વારા હડતાળ પાડવાને કારણે દર્દીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટરો સારવાર કરતા હોવાને કારણે ઓપીડીમાં કોઈ ખાસ અસર થઈ નથી, પરંતુ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે. હાલમાં સિનિયર ડોક્ટરો ફરજ પર હાજર ન હોવાને કારણે ઓપરેશન થિયેટર સૂમસામ જોવા મળી રહ્યા છે.

સોમવારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટી સંખ્યામાં સરકારી ડોક્ટરોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. ત્યારે આજે બીજા દિવસે પણ સરકારી તબીબોએ ગાંધીનગર સિવિલ ખાતે હડતાળ ચાલુ રાખવામાં આવી છે.

છેલ્લાં ઘણાં સમયથી પડતર માંગણીઓને લઇને GMERSના સરકારી ડોક્ટરો સરકાર પાસે રજૂઆત કરી રહ્યા છે. પરંતુ આજદિન સુધી પડતર માંગણીઓ નહીં સંતોષાતા રાજ્યના 10 હજાર જેટલા સરકારી તબીબોએ હડતાળનું શસ્ત્ર ઉગામી ને સરકાર સામે બાંયો ચડાવવામાં આવી છે.

 34 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર

Gujarat Vandan © 2021, All Rights Reserved