February 2, 2023
February 2, 2023

ભારતમાં કોરોના ખતમ થવાના આરે, સક્રિય કેસમાં પણ ઘટાડો..

એપ્રિલ 2020 પછી સૌથી ઓછા કેસ…

ભારતમાં હવે કોરોના ખતમ થવાને આરે પહોંચ્યો છે, દરોજ કેસોમાં સતત ઘટાડાઓ નોંધાઇ રહ્યા છે. દૈનિક નજીવા કેસો સામે આવી રહ્યા છે. જો કે દુનિયામાં હજૂ ખતરો ટળ્યો નથી. પાડોશી દેશ ચીનમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. લોકડાઉન સહિતના આકરા નિયમો લાગુ કરવામાં આવી છે. જો કે હાલ ભારતમાં જીવલેણ મહામારીને લઇ રાહત છે.

પહેલી અને બીજી લહેરમાં દેશમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો હતો. જેમાં બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ હતી. જો કે ત્રીજી લહેરમાં થોડી રાહત હતી. જેમાં કેસો વધતા હતા, પરંતુ હોસ્પિટલાઇઝ થવાની જરૂર પડી ન હતી. હવે કોરોના સંક્રમણને લઈને આજે દેશમાં રાહતના સમાચાર સામે આવ્યા છે. હકીકતમાં, એપ્રિલ 2020 પછી, આજે સૌથી ઓછા કોરોના કેસ નોંધાયા છે. મંગળવારે (29 નવેમ્બર) આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના માત્ર 215 નવા કેસ નોંધાયા છે. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન એક દર્દીનું મૃત્યુ પણ થયું હતું. આ સિવાય દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 4,982 થઈ ગઈ છે. રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 5,30,615 લોકોના મોત થયા છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં સક્રિય કેસ હવે કુલ ચેપના માત્ર 0.01 ટકા છે, જ્યારે રિકવરી રેટ વધીને 98.80 ટકા થઈ ગયો છે. 24 કલાકના ગાળામાં સક્રિય કેસોમાં 141નો ઘટાડો નોંધાયો છે. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,41,36,471 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. કોરોના રસીના કારણે મૃત્યુ માટે અમે જવાબદાર નથી: ભારત સરકાર

કેન્દ્ર સરકારે કોરોના રસીકરણને કારણે થયેલા કથિત મૃત્યુ અંગે કોઈ જવાબદારી લેવાનો ઈન્કાર કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કેન્દ્રએ કહ્યું કે તેને મૃતકો અને તેમના પરિવારો પ્રત્યે સંપૂર્ણ સહાનુભૂતિ છે, પરંતુ રસીની કોઈપણ પ્રતિકૂળ અસર માટે તેને જવાબદાર ઠેરવી શકાય નહીં.

ચીનમાં કેસ વધતાં ભારત એલર્ટ થઈ ગયું

પાડોશી દેશ ચીનમાં દરરોજ 40,000 કેસ નોંધાતા હોવાથી ભારતમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આવતા મહિને ક્રિસમસ અને નવા વર્ષ પર આંદામાન-નિકાબોર ટાપુ અથવા લદ્દાખના લેહના પોર્ટ બ્લેયરની મુસાફરી કરનારાઓએ RT-PCR ટેસ્ટ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે.

 49 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved