:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

વેલ, ભાવિ ગગનવીરને અભિનંદન : વિક્સિત ભારતનું ગગનયાન ઉડાન ભરવા તૈયાર..રેડી...સેટ... ગો....!

top-news
  • 04 Mar, 2024

ભારતના પ્રથમ અંતરિક્ષયાત્રી રાકેશ શર્મા રાજી થશે કે તેમના પછી હવે અન્ય એક ભારતીય અંતરિક્ષમાં જવા માટે તૈયાર છે. ભારતના અંતરિક્ષયાત્રીને લઇ જવા ગગનયાન તૈયાર છે અને તેમાં બેસીને અંતરિક્ષમાં પહોંચનાર ગગનવીરો પણ તૈયાર છે.ચાર ગગનવીરોને તાલીમ લઇને તૈયાર છે અને હવે તેમાંથી કોઇ એકની પસંદગી થતાં ઇસરોના ગગનયાનમાં બેસીને ગગનવીર અંતરિક્ષમાં જઇને વડાપ્રધાન દ્વારા પૂછાનાર સવાલનો  જે જવાબ આપશે તે  ઇતિહાસમાં નોંધાઇ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગગનયાનના ચાર અંતરિક્ષશયાત્રીઓને પ્રતિકરૂપે અવકાશયાત્રી પાંખો પહેરાવી હતી. આ ચાર અંતરિક્ષયાત્રીઓના નામ જાહેર થયા છે.  આ ચારે ચાર ભારતીય વાયુસેનાના ટેસ્ટ પાઈલટ છે. તેમના નામ ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા છે.

વડાપ્રધાન દ્વારા   ઇસરોની કચેરીની મુલાકાત લઇને  આ ચારને દુનિયા સમક્ષ રજૂ કર્યા. આ ચારે યુવા પાયલોટોએ દેશના તમામ પ્રકારના ફાઈટર જેટ ઉડાવ્યા છે. આ ચારેય દરેક પ્રકારના ફાઈટર જેટની ખામીઓ અને ખાસિયતો જાણે છે અને હજાર કલાક કરતાં વધુનં ઉડાન  કર્યું છે. તેથી આ ચારને ગગનયાન અવકાશયાત્રી તાલીમ માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમને ભારતના મિત્રરાષ્ટ્ર રશિયામાં તાલીમ આપવામાં આવી છે. અને  હાલમાં બેંગલુરુમાં અંતરિક્ષયાત્રી તાલીમ સુવિધા કેન્દ્રમાં તાલીમ ચાલી રહી છે.

3 એપ્રિલ 1984ના રોજ ભારતના પ્રથમ અંતરિક્ષ યાત્રી રાકેશ શર્મા રશિયાના સોયુઝ ચી-11 .નમાં  સવાર થઇને અંતરિક્ષમાં પહોંચતા ભારતે અંતરિક્ષક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો હતો. રાકેશ શર્માની વય હાલ 75 વર્ષના છે અને જ્યારે ગગનવીર અંતરિક્ષમાં જશે ત્યારે એ કાર્યક્રમ વખતે તેમને હાજર રખાય એવી શકયતા છે. તેમની સાથે એક પ્રસંગ પણ ઇતિહાસમાં નોંધાયેલો છે. અંતરિક્ષમાં પહોંચ્યા બાદ તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમને પૂછ્યું હતું કે અંતરિક્ષમીંથી આપણું ભારત કેવુ લાગે છે? ત્યારે રાકેશ શર્માએ ઉચ્ચારેલા શબ્દો સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા....ઇતિહાસમાં નોંધાઇ ગયા હતા. એમ ગગનવીરને પણ ભારત સંબંધિત કોઇ પ્રશ્ન કરવામાં આવે તો નવાઇ નહીં.

સવાલ-જવાબ થાય કે ન થાય પણ  આખી દુનિયાએ નોંધ લીધી કે ભારતે ચંદ્ર પર ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ઉતાર્યા બાદ હવે અંતરિક્ષમાં પણ માનવીને મોકલવાની તૈયારીમાં છે. આયોજન તો ત્યાં સુધીનું છે કે અમેરિકા-રશિયાની જેમ ભારતનું પોતાનું સ્પેસ સ્ટેશન હશે અને માનવજાતના કલ્યાણ માટે ભારત પણ પોતાના અલાયદા સ્પેસ સ્ટેશનમાં વિવિધ પ્રયોગો કરશે. બની શકે કે વિક્સિત ભારતના સ્પેસ  સ્ટેશનમાં અન્ય દેશના અંતરિક્ષયાત્રી પણ તાલીમ માટે પહોંચશે. અને આજે જેમ અમેરિકા-રશિયા-ચીનના અંતરિક્ષયાત્રીઓ સ્પેસ  સ્ટેશનમાં કાર્યરત છે તેમ ભારતના સ્પેસ સ્ટેશનમાં આફ્રિકાના વિકાસશીલ દેશોના અંતરિક્ષયાત્રીઓ કાર્યરત હશે.

કાંઇ પણ અશક્ય નથી અને  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે તેમ ભારતે હવે નાના નાના સપનાઓ જોવાનું બંધ કરી દીધુ છે. ભારત હવે વિક્સિત દેશની જેમ મોટા સપનાઓ જોઇ રહ્યું છે અને તેને પૂરા કરવાના પ્રયાસો કરી રહ્યું છે. સમય આવશે ત્યારે 2047માં ભારતના વિઝા માટે  લાઇનો લાગશે અને ભારતનો રૂપિયો ડોલર કરતાં પણ આગળ નિકળી ગયો હશે. સપને કો હકીકત મેં બદલતે હૈ...ઇસલિયે તો હમ મોદી કો ચુનતે હૈ...!!

જરા વિચારીએ કે આપણાં ભાવિ ગગનવીરને શું પૂછવુ જોઇએ- અંતરિક્ષમાંથી ભારત કેવુ લાગે છે....પૃથ્વીના અન્ય દેશો કરતાં  ભારતની શી વિશેષતા દેખાય છે...કલાઇમેટ ચેન્જની અસર વર્તાય છે...એવા જનરલ સવાલો હોઇ શકે. પણ  ખરો સવાલ તો જ્યારે પૂછાશે ત્યારે તે સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં....ની જેમ  ઇતિહાસમાં અંકિત થઇ જશે..વેલ, ભાવિ ગગનવીરને અભિનંદન...વિક્સિત ભારતનું ગગનયાન અંતરિક્ષમાં હરણફાળ ભરવા તૈયાર છે-રેડી...સેટ... ગો....ઝુઉઉઉઉઉઉઉઉઉઉઉઉ....મ...!

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎