:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

હોસ્પિટલ પર હુમલામાં 500 નિર્દોષોની હત્યાનું મહાપાપ ઇતિહાસમાં કોના નામે લખાશે..? ઇઝરાયલ કે હમાસ..?

top-news
  • 25 Oct, 2023

છેલ્લાં કેટલાય દિવસોથી ઇઝરાયલ અને હમાસ વચ્ચેના જંગનો હજુ અંત આવ્યો નથી. અંત શું હશે અને જીત કોની થશે તે સામી ગદિવાલ પર લખાયેલું છે. પણ આ દરમ્યાન ગાઝામાં હોસ્પિટલ પર થયેલો હુમલો અને તેમાં 500 કરતાં વધુ નિર્દોષ લોકોના મોત ખરેખર તો એક પ્રકારની હત્યા જ કહી શકાય. ઇતિહાસમાં પહેલીવાર ભારતમાં અને ગુજરાતમાં અમદાવાદની સાવીલ હોસ્પિટલમાં ગોધરાકાંડ બાદ હુમલો કરાયો હતો. સીવીલના ટ્રોમા સેન્ટરમાં કરાયેલા હુમલામાં કેટલાય નિર્દોશ નાગરિકો ગાઝાની હોસ્પિટલમાં માર્યા ગયેલા નિર્દોષ લોકોની જેમ ભોગ બન્યા હતા. ખેખર તો તે માનવતાની સામે કાયરતાપૂર્ણ કામ હતું. અમદાવાદની સીવીલના ટ્રોમા સેન્ટર પરના હુલા બાદ હવે ગાઝામાં થયેલો હુમલો ઇતિહાસની બીજી કમભાગી ઘટના કહી શકાય.

દુનિયાએ બબ્બે વિશ્વ યુધ્ધો જોયા છે. લાખો સૈનિકો અને નાગરિકો તેમાં માર્યા ગયા છે. આ વિશ્વ યુધ્ધમાં પણ કોઇ દિવસ યુધ્ધના મોરચે રેડક્રોસની છાવણીમાં સારવાર લેતા સૈનિકો પર હુમલો થયો નથી. વાસ્તવમાં યુધ્ધના મોરચે રેડક્રોસના સ્વયંસેવકોને આદર આપીને તેમનું રક્ષણ કરવામાં આવતુ હતું. પરંતુ માનવતા મરી પરવારી હોય તેમ આજના 21મી સદીમાં માનવી એટલી હદે નીચે ઉતરી ગયો છે કે સારવાર લેતા નિર્દોષ નાગરિકોને મારવા માટે હોસ્પિટલને પણ છોડતા નથી અને તેના પર રોકેટમારો ચલાવીને 500 કરતાં વધુ જિંદગીઓને હણી નાંખવાનું પાપ કર્યું છે. અને આ પાપ કરતાં મહાપાપ કાં તો ઇઝરાયેલે કર્યું છે કાં તો હમાસે. બન્ને એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યાં છે.


ઇઝરાયલનો દાવો છે કે હમાસે છોડેલું રોકેટ મિસફાયર થઇને તેના જ વિસ્તારમાં હોસ્પિટલ પર જઇને પડ્યું. જ્યારે હમાસનો દાવો છે કે આ ઇઝરાયલની સેનાનું કૃત્ય છે. અલબત એવુ બની શકે કે હમાસે ઇઝરાયલને ટાર્ગેટ કરીને જે રોકેટ છોડ્યું હોય તેને ઇઝરાયલી સેનાએ ટેકનોલોજી વડે વાળીને એના જ  વિસ્તારમાં ટાર્ગેટ બદલી નાંખ્યું હશે. અથવા એમ પણ બને કે ઇઝરાયલે પોતાના 1600 નાગરિકોની હત્યાનો બદલો લેવા ગાઝાની હોસ્પિટલને નિશાન બનાવી હોય.

કહેવાય છે કે યુધ્ધ અને પ્રેમાં બધુ જ શક્ય છે અને બધુ જ માફ છે. પણ આ માફ કરી શકાય તેમ નથી. ઇઝરાયેલી સેનાથી ઘવાયેલા પેલેસ્ટાઇન નાગરિકો સારવાર માટે હોસ્પિટલમાં નહીં જાય તો બીજે ક્યાં જશે..? અને ત્યાંપણ જો તેમની સલામતી ન હોય તો તેઓ ક્યાં જશે..? આ તબક્કે હમાસના 7 ઓક્ટોબર, 2023ના હુમલાનો બચાવ કરાય તેમ નથી. કેમ કે હમાસે ઇઝરાયલની સામે કોઇપણ તાજી ઉશ્કેરણી વગર એકાએક હુમલો કરીને અને તે પણ હેંગ ગ્લાઇડરથી ઇઝરાયલના આકાશમાંથી ઉતરીને હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે. અને તેને આધુનિક યુધ્ધની એક નવી પરિભાષા પણ કહી શકાય.

હમાસને તેના હુમલાની સજા મળી રહી છે અને શક્ય છે કે ઇઝરાયલ આર કે પારની લડાઇ લડીને હમાસનો કાયમ માટે ખાત્મો બોલાવી દે તો નવાઇ નહીં. પણ આ અગાઉ હમાસ દ્વારા ઇઝરાયલ પર હુમલાઓ થયા છે અને છતાં હમાસનો ખાત્મો થયો નથી. બની શકે કે આ વખતના ઇઝરાયલના વળતા હુમલામાંથી પણ હમાસ બચી શકે છે અને ભવિષ્યમાં  વધુ આધુનિક તકનીક સાથે ઇઝરાયલ પર ફરીથી હુમલો નહીં કરે એમ કોઇ અને ઇઝરાયલ પણ દાવો કરી શકે તેમ નથી. વર્ષોથી ગાઝાપટ્ટી વિસ્તાર માટે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે (યહુદીઓ અને આરબ વચ્ચે) યુદ્ધ, છમકલાં, હુમલાઓ-વળતા હુમલાઓ વગેરે. થતાં આવ્યાં છે અને થશે. પણ તેમાં ભોગ તો નિર્દોષ લોકોને જ લેવાશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે યુનો દ્વારા જો એવુ નક્કી ન કરાયું હોય કે, કોઇ પણ દેશે આવી સ્થિતિમાં હોસ્પિટલો પર હુમલાઓ કરવા નહીં અને જો એવુ કરશે તો તેની સામે કાર્યવાહી કરાશે, તો  તાકીદે આ પ્રકારનો ઠરાવ કરીને તેનું કડકપણે પાલન થાય તેવી કાર્યવાહી જરૂરી છે. નહીંતર એવુ થશે કે જેમ સીવીલના ટ્રોમા સેન્ટર પર આતંકીઓ દ્વારા હુમલો થયો, ગાઝામાં આખી હોસ્પિટલને નિશાન બનાવવામાં આવી તેમ હવે પછી હોસ્પિટલો પણ સલામત નહીં રહે અને યુધ્ધમાં, હુમલામાં ઘાયલ લોકો સારવાર માટે કયા સુરક્ષિત સ્થળે જશે.



ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎