:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

અરરર બિચ્ચારા..અંબાણી અને અદાણી : તેઓ એવું વિચારતા હશે કે આમ કેમ થયું...સાહેબની કોઈ ભૂલ તો નથી થઈને...?!!

top-news
  • 13 May, 2024

ઉદ્યોગ જગતમાં એમ  કહેવાય છે કે અંબાણી અને અંદાણી એકબીજાને ભાગ્યે જ વાતચીત કરતાં હશે. કેમ કે બન્ને  એકબીજાના હરિફ જ નહીં પણ કટ્ટર હરિફ છે. પરંતુ 8 મેના રોજ તેલંગાણામાં વડાપ્રધાન મોદીએ તેમના નામ લઇને જે કહ્યું તે પછી અદાણીએ અંબાણીને અથવા અંબાણીએ અદાણીને ફોન કરીને પૂછ્યું હશે, ભાઇ.. આપણાં સાહેબે આ શું કર્યું....આપણને જ ઉઘાડા પાડ્યા....આપણી પાસે  બ્લેક મની છે એ કહેવાની ક્યાં જરૂર છે અને આપણે ટેમ્પા ભરી ભરીને આપીએ છીએ...અરરર....સાહેબે આ શું કર્યું....આ તો એના જેવુ કર્યું કે હમ તો મરેંગે સનમ તુમ્હે ભી લે ડૂબેંગે....સામે છેડેથી અવાજ આવ્યો હશે- હશે...બીજુ તો શું થાય...પણ આપણને ઉઘાડા કરી નાંખ્યા...ચાલો, જયશ્રી કૃષ્ણ....!

ઉદ્યોગ જગતમાં અદાણી અને અંબાણી ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન મોદીના  ખાસમખાસ છે અને દેશું  બધુ જ એમને લૂંટાવી દેવામાં આવ્યું હોવાના આરોપો અને આક્ષેપો કરવામાં  કોંગ્રેસના રાહુલ ગાંધીએ કાંઇ બાકી રાખ્યું નહોતું..., અને 8મી મે પહેલાં પણ રાહુલે આ બન્નેના નામ લઇને 22 અબજોપતિઓને  વડાપ્રધાન મોદીએ જેટલા આપ્યાં એટલા અમે ગરીબોને આપવા જઇ રહ્યાં છે એવું વારંવાર બોલવા છતાં વડાપ્રધાનને કેમ એમ લાગ્યું કે છેલ્લાં એક મહિનાથી શહેજાદાએ અબાણી ઔર અડાણી કે ખિલાફ બોલના ક્યોં બંધ કર દિયા...ચોરી કા કિતના માલ ઉઠાયા હૈ...બરીયા ભર ભર કે...ટેમ્પો મેં લાદ લાદ કે બ્લેકમની કોંગ્રેસ કો દિયે હૈ..ક્યા સોદા હુવા હૈ...જરૂર દાલ મેં કુછ કાલા હૈ....એવુ બોલ્યું ત્યારે લાઇવ ચલાવનાર  ખાસ મિડિયાની તો કહેવાય છે કે હાલત ખરાબ થઇ ગઇ.....કેમ કે સાહેબ પોતે જ અડાણીનું નામ બોલ્યા પણ ત્યાં સુધીમાં તો તીર કમાનમાંથી નિકળી ચૂક્યું હતું અને જેમને જે રાજકીય નુકશાન થવાનું હતું તે થઇ જ ગયું હશે તેમાં કોઇ બેમત નથી....?!



એ સર્વ વિદિત છે કે વડાપ્રધાન  મોદી કોઇ ઉદ્યોગપતિ સાથે અને ખાસ તો અદાણીની સાથે પોતાનું નામ ન જોડાઇ જાય તે માટે ખૂબ જ સતર્ક રહેતા હતા...કોઇ એવુ લખે કે દર્શાવે તો તેની સામે   પગલા લેવાયા હોવાનું પણ સૌએ જોયું છે. સંસદમાં રાહુલે મોદી અદાણીની સાથે વિમાનમાં આરામથી બેઠા છે એવી તસ્વીરો બતાવી ત્યારે તેનું પરિણામ એ આવ્યું કે રાહુલ સંસદની બહાર થઇ ગયા....એવા કડક પગલા લેવાતા હોય ત્યારે ખુદ વડાપ્રધાન  આ બે ઉદ્યોગપતિઓની સામે એવા આરોપો મૂકે કે તમે ટેન્પા ભરી ભરીને કાળુ નાણું કોંગ્રેસને આપ્યું છે....!

જાહેરમાં અદાણીના નામનો અ પણ બોલવાથી દૂર રહેતા વડાપ્રધાન મોદીને જાહેરમાં  અદાણીની સાથે અંબાણીનું નામ પણ કેમ  ઉચ્ચારવુ પડ્યું તે એક રહસ્ય જ કહી શકાય અને તેમને એમ કેમ બોલવુ પડ્યું તેનો ખુલાસો ખુદ વડાપ્રધાન કરે ત્યારે જ દેશને જાણ થશે. પણ હાલમાં તો રાજકારણમાં એક જ ચર્ચા છે કે આમ કેમ થયું....એવુ તે શું બની ગયું કે જેમને પોતાની સાથે બદનામ કરવામાં આવ્યાં તેમને કોંગ્રેસને કાળુનાણું આપ્યું કહીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો..? ભાગ્યેજ બનતી આવી ઘટના કે આવા નિવેદનો આમ તો ઇતિહાસમાં  નોંધાયેલા છે અને હવે વધુ એક આવુ વિવાદાસ્પદ ઉચ્ચારણો મોદીના નામે નોંધાઇ ગયા છે. કારણ...અકબંધ અને 4 જૂન પછી  જાહેર થાય કે  8મીનેના રોજ કેમ આવુ બોલવુ પડ્યું..?
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎