:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

હોનારતો સર્જનારા આરોપીઓની સંપત્તિની તપાસ થવી જોઇએ..? અકસ્માત એટલે બધુ જ અણધાર્યુ, માનવીએ ધાર્યુ ન હોય એવુ બને એ અકસ્માત કહેવાય

top-news
  • 04 Jun, 2024

પણ બે માળનો કાચો ડોમ બનાવ્યો હોય, 2 હજાર લીટર પેટ્રોલનો જથ્થો રાખ્યો હોય, ગેસના બાટલા પડ્યા હોય અને હજુ તો નિર્માણ કામ માટે વેલ્ડીંગનું કામ ચાલી રહ્યું હોય અને બીજી તરફ એ જ કાચા માળખામાં બાળકોને સસ્તી સ્કીમની લાલચ આપીને ગેમ રમવા માટે પ્રેરિત કરે અને કોઇ અક્સ્માત બને તો એ માળખામાંથી બચવાના પૂરતા રસ્તા અને ઉપાયો ન હોય તો એ સામૂહિક હત્યાકાંડ કહી શકાય.

રાજકોટમાં  ઉમેદવારની પસંદગી  અને તેમના દ્વારા ઉચ્ચારાયેલા વેણને લઇને સર્જાયેલા ક્ષત્રિય વિવાદને લઇને પહેલાથી જ બધુ ઠીકઠાક તો નહોતું જ. અને લગતામાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં બાળકો સહિત 28 નિર્દોષના મોતને લઇને સરકારે  ચારેબાજુથી દબાણને પગલે તરત પગલા ભર્યા તે આવકાર્ય છે. 

આઇપીએસ-આઇએસ કેડરના અધિકારીઓની બદલીઓ, પીઆઇ સ્તરના અધિકારીઓને સસ્પેન્ડ સહિતના પગલાની સાથે જેઓ દોષિત જણાયા એમની એસીબી દ્વારા તપાસના આદેશો અપાયા તે પણ જરૂરી હતા. કેમ કે ખુદ ભાજપના સાંસદ મોકરિયાએ ધાડાકો કર્યો કે ફાયર સેફટીની  મંજૂરી માટે તેમણે પણ 70 હજારની લાંચ આપી હતી....



ટીઆરપી ગેમિંગ ઝોનને મંજૂરીમાં કેવુ લોલમલોલ ચાલ્યું તે 28 હોમાયા બાદ બહાર આવ્યું અને કોણે કોણે બેદરકારી રાખી, નિયમોનો અમલ ના કરાવ્યો, કોણે કોણે કેટલા લીધા વગેરેની તપાસ થઇ રહી છે. અને શક્ય છે કે તપાસમાં  ખાસ તો એસીબીની તપાસમાં બહાર આવે કે સામાન્ય પગારદાર અધિકારીઓ કેટલી સંપત્તિ ધરાવે છે અને જો બેનામી સંપત્તિ મળશે તો તેની અલગથી તપાસ અને કાર્યવાહી થશે.

ટીઆરપી ગેમિંગ ઝોનની જમીનની મંજૂરી, ફાયર સેફ્ટીની મંજૂરીથી લઇને અનેક ક્ષતિઓ બહાર આવી રહી છે અને સંબંધિત સત્તાવાળાઓ બની શકે કે લેતીદેતી કરીને સબ ચલતા હૈ....ચાલવા દો ને...કંઇક થશે તો દેખા જાયેંગા...એવા તોરમાં રહેનારાઓ જેલમાં જાય તો મૃતકોની આત્માને શાંતિ મળી શકે.

ટીઆરપી પહેલા વડોદરામાં હરણી બોટ કાંડમાં 33 બાળકોનો મોત, તે પહેલાં મોરબી ઝુલતા પૂલકાંડમાં  150ના મોતની ઘટના બની પણ તેમાં નક્કર કામગીરી નહીં થઇ હોવાના આરોપો લાગ્યાં. જેમ કે  મોરબી પુલ કાંડમાં મુખ્ય આરોપી જયસુખ પટેલને બચાવવાના પ્રયાસોનો આરોપ.. 



મોરબીના મોટા કરોડપતિ કારોબારી અને રાજકીય વગવાળા.સરકાર સામે આક્ષેપો થયા કે તેમને બચાવવામાં આવી રહ્યાં છે. સરકારનો  ઇન્કાર. અને  ધીમે ધીમે થાળે પડ્યું પણ ટીઆરપી કાંડમાં જેમ સરકારે  આક્ષેપિત અધિકારીઓની બેનામી સંપત્તિ શોધી કાઢવા એસીબીને કહ્યું એમ મોરબી પુલકાંડનો મુખ્ય આરોપી જયસુખ પટેલ કેટલી નામી- બેનામી સંપત્તિ ધરાવે છે 
તેની તપાસ ઇડી કે અન્ય તપાસ એજન્સી દ્વારા ન કરાવી શકી હોત...?!

તેઓ કરોડોનો કારોબાર ચલાવે છે અને કરોડોની સંપત્તિ ધરાવે છે. ટીઆરપી કાંડના દોષિતો-આક્ષેપિતો કાંઇ દૂધે ધોયેલા નથી અને નથી જ. જો ઘટના ન બની હોત તો બધા સાથે મળીને ખાઇ જ રહ્યાં હતા..ને...મહેમાનગતિ માણી રહ્યાં હતા..કોઇક અધિકારીનો જન્મદિન ટીઆરપીમાં ઉજવાઇ રહ્યો હોત...વર્ધીઓ ભરાઇ રહી હોત...પણ તેમના  પાપનો ઘડો ભરાઇ ગયો હશે એટલે ટીઆરપી સળગ્યું

અને સરકારને સુઝ્યું કે-એ અધિકારીઓની બેનામી મિલકતોની પણ તપાસ કરો....એમ મોરબી પુલકાંડમાં જયસુખ પટેલ નામના વગવાળાએ વગનો દુરૂપયોગ કર્યો, મારૂ કોઇ શું બગાડી લેશે, મેરા દોસ્ત હૈ ગાંધીનગરવાલા....અને જર્જરિત પુલ પર ટિકિટોની લ્હાયમાં કે લાલચમાં વધુ સંખ્યામાં  લોકોને પુલ પર મોકલ્યા અને..કેટલાય હોમાઇ ગયા..તે વખતે કોઇને એવો વિચાર કેમ ન આવ્યો કે પૈસાનો રોફ જમાવતા આવા રાજકીય વગદારોની ચરબી ઉતારવી જોઇએ અને જીએસટી-સેલ્સટેક્સ,, શ્રમ વિભાગ, ઇન્કમટેક્સ, ઇડીની તપાસ કરાવવી જોઇએ...?!