:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

રખે કંગનાની ઘટનાને હળવાશમાં લેતા..!!! લાફો મારનાર પાસે હથિયાર હોત તો.., શીખ સમુદાય પોતાનું અપમાન ભૂલતા નથી

top-news
  • 11 Jun, 2024

જમ્મુ-કાશ્મિરના તત્કાલિન રાજ્યપાલ સત્યપાલ મલિકે કિસાન આંદોલન વખતે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી કે કિસાનો મોટાભાગના શીખ સમુદાયના છે, 700 કિસાનો આંદોલનમાં ખપી ગયા છે તેથી  3 કાળા કાયદા પાછા ખેંચીને આંદોલનકારી શીખો સહિત  તમામ કિસાનોને ખુશી ખુશી વિદાય આપો. કેમ કે શીખ સમુદાય પોતાનું અપમાન 300 વર્ષ સુધી ભૂલતા નથી.

તેમની આ વાણી સાચી પડી હોય તેમ 300 વર્ષ તો નહીં પણ 3 જ વર્ષમાં એક શીખ મહિલાએ  ભાજપના નવા નવા ચૂંટાયેલા સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતને ચંડીગઢ એરપોર્ટ પર સિક્યુરીટી ચેકિંગ વખતે એકલતાનો લાભ લઇને બે લાફા મારી દીધા...!આ મહિલા સીઆઇએસએફમાં છે. 

  તેમણે કંગનાને બે લાફા કેમ ઝીંકી દીધા તેનો ખુલાસો જાહેરમાં કર્યો કે આ કંગનાએ કિસાન આંદોલન વખતે  ધરણાં પર બેઠલી પંજાબ-હરિયાણાની મહિલાઓ અંગે એવી અભ્દ્ર ટીપ્પણી કરી હતી કે  આ બધી 100-100 રૂપિયાવાળી છે...અને એ ધરણાંમાં મારી મા પણ બેઠી હતી અને કંગનાએ મારી માતાને ગાળ આપીને અપમાન કર્યું હતુ તેથી તેને સબક શિખવાડવા લાફા માર્યા છે..!

લાફા ઘટના બાદ કંગનાએ વિડિયો જાહેર કરીને  લાફા મારનાર મહિલા સુરક્ષાકર્મીએ જે કહ્યું તે કહી બતાવ્યું અને તેની સાથે ટીપ્પણી કરી કે પંજાબમાં આતંકવાદ છે અને કોઇ સલામત નથી. ઘટનાને  ભલે કોઇએ હળવાશથી લીધી હોય પણ કિસાનોએ કંગનાને લાફો મારનાર મહિલાને આવકાર આપ્યો છે અને કિસાન નેતા રાકેશ ટિકૈતે પણ  અનુમોદન આપ્યું કે જે થયું તે બરાબર થયું, તેઓ લાફો મારનાર દિકરીની સાથે છે....




પ્રથમ નજરે આ ઘટના નાની લાગે કે કંગનાએ આવુ અપમાન કર્યું હતુ એટલે લાફો માર્યો પણ તેના સ્થાને તેના પર જીવલેણ હુમલો થયો હોત તો....ઉપરાંત જે જે  આગેવાનો કિસાન આંદોલન વખતે આવુ બોલ્યા હોય તેમનો હવે પછી લાફા ખાવાનો વારો નહીં આવે તેની શી ખાતરી..?યા રહે કે ધાર્મિક અપમાન બદલ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા શીખ અંગરક્ષકોએ કરી હતી....

કંગના સહિતના  નેતાઓ જેઓ સરકારની સામે પોતાની વાજબી માંગણીઓને લઇને  આંદોલન કરતાં હોય ત્યારે સરકારના પક્ષમાં રહીને મન ફાવે તેમ બોલવુ અને કોઇની વાહ વાહી મેળવીને  માધ્યમોમાં ચમકતા રહેવાનું હવે ભારે પડી શકે તેમ છે...કેમ કે જે મહિલાકર્મીએ લાફો માર્યો તે ખૂબ સારી રીતે જાણતી હતી કે તે કોને લાફો મારવાની છે અને તેનું શું પરિણામ આવશે...!  આ યુવતીએ પોતાની માતાનો બદલો લીધો એમ અન્ય યુવતીઓ કે યુવાનો  હવે બદલો લેવા નિકળી પડે તો શું થશે...કોણ કોને બચાવવા આવશે..?

કંગનાએ વિચાર્યુ પણ નહીં હોય કે તેની સાથે આવુ થશે કેમ કે તેઓ કદાજ એમ માને છે કે આવુ બોલીએ તો પ્રસિધ્ધિ મળે અને  લોકોમાં ચર્ચા રહે...કંગના માત્ર આવુ જ બોલી હતી એવુ નથી, તેણે તો અનેક આવા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે અને હવે તેણે મિચારવુ પડશે કે  ક્યારે શું બોલી હતી અને એ બદલ હવે તેની સાથે શું થઇ શકે છે...!

આ ઘટનાને નાનીઅમથી માનીને સત્તાવાળાઓ કે  આંદોલનો વખતે ઉછળૂી ઉછળીને બોલનારાઓ માટે ચેતવણી છે કે હવે પછી તેમનો વારો પણ આવી શકે છે...આ એક ખતરનાક ઘટના અને પગલુ છે..કેમ કે વાત લાફાથી પતી ગઇ પણ  મહિલાકર્મી પાસે  રિવોલ્વર હોત તો...કંગનાએ ?નફરતનું વાવેતર કર્યું હોય તો ફળ પણ એવા જ મળે...એક ભયાનક દોર તરફ આપણે પ્રવેશી રહ્યાં છીએ, સબૂર સાવધાન..ક્યાંક ઇન્દિરા જેવુ ના બને...!?