:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

કવિતા ક્ષેત્રે: આવી નવી સવાર! પુસ્તક પરિચય: રિપલકુમાર પરીખ

top-news
  • 05 Dec, 2023

   શિયાળાની સવારે
         વસુંધરાનો ઊડતો દુપટ્ટો
         એટલે
         ધુમ્મસ.
                   - કિશોર આર. ટંડેલ

        શિયાળાની વહેલી સવારે જ્યારે પ્રકૃતિમાં ઠંડક પ્રસરેલી હોય છે. ઝાકળની બુંદ પાંદડાં પર સ્થિર થઈને નયનરમ્ય દૃશ્ય ખડું કરે છે. ધુમ્મસના ઓળા શાંત થયેલી વસુંધરા પર ઉતરી આવે છે ત્યારે રચાયેલું મનોહર દૃશ્ય જોઈને કવિ કિશોર આર. ટંડેલનાં મનોભાવોને તેમણે આ મોનો-ઈમેજ કવિતા દ્વારા દર્શાવ્યા છે. આવી જ લઘુ-ચિત્ર કવિતાઓનો સંગ્રહ એટલે 'આવી નવી સવાર!' 

         કવિશ્રી રમેશ પટેલ તથા કવિશ્રી કિશોર ટંડેલ દ્વારા વિવિધ લોકપ્રિય કવિઓની મોનો-ઈમેજ કવિતાઓનો નવો સંગ્રહ હાલમાં જ પ્રકાશિત થયો છે. જેમાં મોનો-ઈમેજનાં જનક કવિશ્રી મધુ કોઠારી ઉપરાંત મયંક મહેતા, એસ. એસ. રાહી, યોસેફ મેકવાન, સ્વ. મફત ઓઝા, રાધેશ્યામ શર્મા, કરસનદાસ લુહાર; 'નિરંકુશ', હર્ષદેવ માધવ, રમેશ આચાર્ય, સતીશ ડણાક, મધુકાંત જોષી, ભૂપેન્દ્ર શેઠ; 'નિલમ', મદનકુમાર અંજારિયા; 'ખ્વાબ', પ્રજ્ઞા વશી, યોગેશ જોષી,  લતા જ. હિરાણી, કાલિન્દી પરીખ, હરિવદન જોષી, નટવર જાજલ, રક્ષા ચોટલિયા, ફિરોજ હસ્નાનીની અદ્ભુત  રચનાઓ પ્રકાશિત થઈ છે. 

     મોનો-ઈમેજના જનક કવિશ્રી મધુ કોઠારી આ પુસ્તકને શુભેચ્છા પાઠવતાં લખે છે,' 'આવી નવી સવાર' ઘણું સૂચવી જાય છે. 'મોનો-ઈમેજ' નામનો નવો કાવ્ય પ્રકાર આવવાથી ગુર્જર કાવ્યાકાશમાં પ્રકાશ ફેલાયો છે. એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. સંગ્રહ જોતાં આશ્ચર્ય થાય છે કે 'અહો! આટલા બધા કવિઓ મોનો-ઈમેજ કવિતા લખતા થયા છે?' કવિતાઓનાં કલ્પન પસંદગીમાં અને વિષયવસ્તુમાં સારું એવું વૈવિધ્ય છે. સંવેદન સંકીર્ણતા પણ છે. વનપ્રદેશમાં ભિન્ન ભિન્ન ઝરણાં એક જ થઈને સરિતા બને છે. એવી જ રીતે અહીં ભિન્ન ભિન્ન મોનો-ઈમેજનાં ઝરણાં ભેગાં મળ્યાં છે અને અદ્ભુત સંગ્રહ બન્યો છે.'

       સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર, લગભગ એકસો પચ્ચીસ પુસ્તકો આપનાર તથા જેમની પહેલી પસંદ મોનો-ઈમેજ કવિતા છે તેવાં કવિશ્રી રમેશ પટેલ તથા એવાં જ મોનો-ઈમેજ પ્રેમી તથા લેખક અને કવિશ્રી કિશોર ટંડેલનું સહિયારું સંપાદન આ પુસ્તકમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. મોનો-ઈમેજ કવિતા ભલે લાઘવ હોય પરંતુ તેનું ઊંડાણ ભાવકને નવી ઉંચાઈએ પહોંચાડે છે. નવોદિત કવિઓ માટે આ પુસ્તક ચોક્કસ માર્ગદર્શક સાબિત થશે તે ઉપરાંત કવિતાનાં નવાં સ્વરૂપનો રસાસ્વાદ કરાવતો આ સંગ્રહ ચોક્કસ માણવા લાયક છે. 

        કવયિત્રી શ્રી લતા જ. હિરાણીની  જળની મોનો-ઈમેજ માણીએ.

           આભ નીતરે
           આખું અંગ નીચોવી,
           હવે જળ
           ગાય અનંત ગાન!

         લાઘવતામાં અહીં કવયિત્રીએ નભમાંથી વરસતાં વરસાદનું એક સુંદર ચિત્ર ખડું કર્યું છે. આભ મન મૂકીને વરસે છે અને જળનું મધુર ગીત હૃદયમાં કાયમ માટે વસી જાય છે. 

      કવિશ્રી મધુ કોઠારીની હૃદયને સ્પર્શી જતી એક અદ્ભુત રચનાને માણીને આ પુસ્તકને કાયમ માટે હૃદયસ્પર્શી રાખવાની ભલામણ સાથે વિરમીએ.