:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

સંપાદકીય....ગુજરાત વંદન: કેનેડા સામે બે જ વિકલ્પ છેઃ યા તો સજ્જડ પુરાવા આપે યા આરોપ લગાવવાનું બંધ કરે....!

top-news
  • 12 Oct, 2023


ભારતની વિદેશ નીતિ વસુદેવ કુટુંબકમની રહી છે. ભારત કોઇના પર પ્રથમ વાર કરતો નથી અને જે વાર કરે તેને છોડતો નથી એવી વિદેશ નીતિ વધારે કડક બની રહી હોય તેમ ભારતે કેનેડા સાથેના રાજદ્વારી સંબંધોને વધારે કડક બનાવીને ભારતમાંથી તેમના 41 ડિપ્લોમેટ અધિકારીઓને ભારત છોડી જવા અલ્ટીમેટમ આપ્યું છે. તે અગાઉ કેનેડાએ ભારતના ડિપ્લોમેટને હાંકી કાઢ્યા બાદ ભારતે પણ વળતી કાર્યવાહી કરી હતી. જોકે એક સાથે 41 ડિપ્લોમેટ અધિકારીઓની ભારતમાંથી હકાલપટ્ટી નો નિર્ણય દર્શાવે છે કે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોનો નો યુ-ટર્ન સ્તરે પહોંચી ગયા હોય એમ જણાય છે. અલબત્ત, તેની શરૂઆત કેનેડાએ જ કરી છે.

કેનેડાના બ્રિટિશ કોલમ્બિયામાં શીખ ખાલિસ્તાની નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટનો હાથ છે એવો સીધેસીધો આક્ષેપ કેનેડાએ કર્યો છે. આઝાદ ભારતમાં એવું પહેલી વાર બન્યું કે કોઇ દેશ દ્વારા ભારતની સામે આવો ગંભીર આક્ષેપ કર્યો હોય. અમેરિકાને હચમચાવનાર આતંકી ઓસામા બીન લાદેનને અમેરિકાએ હણી નાખ્યો તેમ શક્ય છે કે ભારતે પણ પોતાના ભાગેડુ અને ખૂંખાર આતંકીઓ કે જેઓ વિદેશની ધરતી પર ત્યાંના કોઇ દેશના છત્રછાયામાં રહીને ભારતમાં ભાંગફોડ, હત્યાઓ અને કાયદો વ્યવસ્થા કથળે એવી ગેરકાયદે પ્રવૃતિઓ આચરતા હોય તો તેમને વિશ્વમાં ગમે ત્યાં હણી નાખવામાં કોઇ છોછ નથી. અલબત, આ બાબત ખૂબ જ ગોપનિય રહેતી હોય છે. કેનેડાએ પ્રથમવાર આ બાબતને ઉઘાડી પાડીને ભારતની સામે સીધો આક્ષેપ કરતા તો કરી દીધો પરંતુ તેના સજ્જડ પુરાવા આપવા જોઇએ.

વિશ્વમાં એકબીજા દેશો સામસામે અરસપરસ આક્ષેપ પ્રતિઆક્ષેપ કરે ત્યાં સુધી ઠીક છે પરંતુ એક એવા નેતાની હત્યાને મામલે કેનેડા સરકારનું ભારત સામેનું વલણ કે જે ભારતનો વોન્ટેડ આતંકી છે અને ભારતના ભાગલા પાડીને ખાલિસ્તાન નામના અલગ દેશની લડત કેનેડાની ધરતી પર રહીને ચલાવતો હોય અને કેનેડા સરકાર આંતરરાષ્ટ્રીય ધોરણેને માન્ય રાખી તેની સામે કોઇ પગલાં ન ભરે, ઉલટાનું ભારતની સામે ગંબીર આરોપ લગાવી તે કેટલા અંશે ઉચિત કહી શકાય?

કેનેડાની પાસે નિજ્જરની હત્યામાં ભારતના એજન્ટનો (રો નામની સંસ્થા)નો હાથ હોય તો તેના પુરાવા જાહેર કરવા જોઇએ. બની શકે કે કેનેડાએ સાથી દેશો અમેરિકા યુકે વગેરેને તેના પુરાવા આપ્યા હશે. અને કોઇ ડિપ્લોમેટિક ચેનલ દ્વારા ભારતને પણ એ પુરાવા મળ્યા હશે. ભારતે પણ જાહેરમાં એમ કહ્યું છે કે નિજ્જરની હત્યામાં ભારતનો કોઇ હાથ નથી, અલબત્ત, ભારત પુરાવા આપે તે કરતા આરોપ લગાવનારે પુરાવા આપવા જોઇએ અને આપવા પડે. જો પુરાવા ન આપે તો કેનેડાએ ભારતની માફી માગીને ભારત સાથેના રાજદ્વારી સંબંધો પૂર્વવત કરવા જોઇએ.

વિશ્વમાં ઘણા દેશો ગોપનીય રીતે પોતાની કાર્યવાહી હાથ ધરીને પોતાના દેશના દુશ્મનોનો ખાત્મો બોલાવી દે છે પરંતુ દરેક કિસ્સામાં કાંઈ લાદેનની જેમ તેની જાહેરાત કરવામાં આવતી નથી. 99.99 ટકા આવી બાબતો ગોપનીય રહેતી હોય છે. એકબીજા દેશો તે જાણતા હોય છે પરંતુ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પોતાના રાજકીય સ્વાર્થ માટે આ મુદ્દો ઉછાળ્યો હોય એમ સહુકોઇને લાગી રહ્યું છે.

રાજકીય રીતે જોઇએ તો કેનેડાની ટ્રુડો સરકાર એનડીપી નામના વિપક્ષના ટેકાથી ટકેલી છે. એનડીપી પાર્ટીમાં શીખ સમુદાયનું પ્રભુત્વ રહેલું છે. તેના નેતા પણ શીખ છે અને નિજ્જરની હત્યાને પગલે એનડીપી દ્વારા ટ્રુડો સરકાર પર ટેકાના મામલે દબાણ લાવીને ભારતને બદનામ કરવામાં કોઇ રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું મનાઇ રહ્યું છે.

આ સંજોગોમાં કેનેડાએ કાં તો પુરાવા આપે અથવા ભારતની સામે આરોપ લગાવવાનું બંધ કરે તે સિવાય અન્ય કોઇ વિકલ્પ રહેતો નથી અને વિદેશ મંત્રી એસ. જયશંકરના શબ્દોમાં કહીએ તો હાલનું ભારત એ પહેલાનું ભારત નથી.