February 2, 2023
February 2, 2023

કોંગ્રેસની મજબૂત બેઠક આંચકી લેવા ઓવૈસીએ કમર કસી

અમદાવાદની આ બેઠક પર રહેશે સૌની નજર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યમાં પ્રચાર અભિયાન ચરમ ગતિએ છે. ગુજરાતમાં અમદાવાદની દાણીલીમડા બેઠક કોંગ્રેસની મજબૂત બેઠકમાં ગણવામાં આવે છે. અમદાવાદની દાણીલીમડા વિધાનસભા બેઠક એક માત્ર એવી બેઠક છે જ્યાં આજ સુધી ભાજપ પોતાનો ઝંડો લહેરાવી શક્યું નથી. એવામાં 1,72,000 મુસ્લિમ વોટ ધરાવતી બેઠક કોંગ્રેસથી આંચકી લેવા ઓવૈસીની AIMIMએ કમર કસી લીધી છે.

રાજ્યમાં 2021માં મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાઈ હતી જેમાં AIMIM પાર્ટીએ 26 બેઠકો જીતી હતી. આ પરિણામથી ઉત્સાહિત ઓવૈસીની પાર્ટી AIMIMએ આ વખતે વિધાનસભા ચૂંટણી માટે 13 સીટો પર જ ચૂંટણી લડી રહી છે, જેમાં પહેલા તબક્કામાં 6 સીટો માટે મતદાન થવાનું છે. પાર્ટીના કેટલાક ઉમેદવારો એવા છે જેઓ તેમની પ્રથમ ચૂંટણી લડવાના છે. અમદાવાદની દાણીલીમડા વિધાનસભા બેઠક એક માત્ર એવી બેઠક છે જ્યાં આજ સુધી ભાજપ પોતાનો ઝંડો લહેરાવી શક્યું નથી. આ બેઠક પર 1975થી કોંગ્રેસનું શાસન છે. આ મુસ્લિમ બહુમતીવાળી સીટ છે. અહીં લગભગ 2 લાખ 62 હજાર મતદારો છે. અહીં 1,72,000 મુસ્લિમ મતદારો છે. દાણીલીમીડા એ દલિતો માટે અનામત બેઠક છે. AISISએ અહીંથી દલિત મહિલા કૌશિકા પરમારને નોમિનેટ કરી છે. AIMIMના આગમનથી AAP અને કોંગ્રેસની મત ગણતરી બગડવાની શક્યતા છે. જોકે AIMIM આવા તમામ આરોપોને ફગાવી દે છે.

અગાઉની ચૂંટણીઓમાં, કોંગ્રેસ ગુજરાતમાં મુસ્લિમ મતો માટે એકમાત્ર મુખ્ય દાવેદાર માનવામાં આવતી હતી, પરંતુ આ વખતે મુખ્ય વિપક્ષી પાર્ટી લઘુમતી મતદારોને આકર્ષવા માટે નાના પક્ષોથી સખત સ્પર્ધાનો સામનો કરી રહી છે. પાર્ટીને AIMIM અને AAP સાથે સખત લડાઈનો સામનો કરવો પડી શકે છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના માત્ર ત્રણ મુસ્લિમ ધારાસભ્યો જીત્યા હતા. જો કે, 2012ની સરખામણીમાં આ કામગીરી સંખ્યાની દૃષ્ટિએ સારી હતી જ્યારે માત્ર બે ધારાસભ્યો હતા. AIMIM પોતાનું સંપૂર્ણ ધ્યાન કોંગ્રેસના ગઢ વિસ્તારોમાં કેન્દ્રિત કરી રહ્યું છે અને લોકોને આકર્ષવાનો પ્રયાસ પણ કરી રહી છે.

 62 ,  2 

Gujarat Vandan © 2021, All Rights Reserved