October 6, 2022
October 6, 2022

પેપર વોટસએપ ગ્રુપમાં વાયરલ થયાનો દાવો, યુવરાજસિંહે કહ્યું – અમારી પાસે છે પુરાવા…

જીતુભાઈના ભાવનગરમાંથી આ પેપર વાયરલ થયું..

વનરક્ષકની પરીક્ષામાં પેપર લીક નથી થયું હોવાના શિક્ષણમંત્રી જીતુવાઘાણીના નિવેદન સામે વિદ્યાર્થીઓના નેતા યુવરાજસિંહે જાડેજાએ સરકાર સમક્ષ દાવો કર્યો છે.વનરક્ષકનું પેપર ચાલુ પરીક્ષાના 1.04 મિનિટમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું.સૌરાષ્ટ્રની અલગ અલગ 25 શાળાઓમાં ચિટિંગના બનાવો બન્યા છે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, વૉટ્સએપ ગ્રુપમાં વનરક્ષક પરીક્ષાનું પેપર વાયરલ થયું હતું પણ તેને પેપરલીક ગણવું કે પછી ચીટિંગ ગણવું એ અમે જાહેર જનતા પર મૂકીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાંથી પેપર વાયરલ થયું હતું. અમે આધાર પુરાવા સાથે વાત કરીએ છીએ. આ સાથે પાલીતાણાની કોચિંગ સેન્ટરમાંથી પેપરના ફોટા વાયરલ થયા. આ સાથે રાજ્યની 25 શાળાઓમાં ચિટિંગના બનાવો બન્યા છે. અમે સરકારને ચાલુ પરીક્ષાએ પેપર વાયરલ થયું તેના પૂરાવા અમે આપીએ છીએ.આ સાથે રાજકોટ, ઉનાવા, તળાજાના સેન્ટરો પર ગેરરીતિ થઈ.

તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, વૉટ્સએપ ગ્રુપમાં વનરક્ષક પરીક્ષાનું પેપર વાયરલ થયું હતું પણ તેને પેપરલીક ગણવું કે પછી ચીટિંગ ગણવું એ અમે જાહેર જનતા પર મૂકીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના મત વિસ્તારમાંથી પેપર વાયરલ થયું હતું. અમે આધાર પુરાવા સાથે વાત કરીએ છીએ. આ સાથે પાલીતાણાની કોચિંગ સેન્ટરમાંથી પેપરના ફોટા વાયરલ થયા. આ સાથે રાજ્યની 25 શાળાઓમાં ચિટિંગના બનાવો બન્યા છે. અમે સરકારને ચાલુ પરીક્ષાએ પેપર વાયરલ થયું તેના પૂરાવા અમે આપીએ છીએ.આ સાથે રાજકોટ, ઉનાવા, તળાજાના સેન્ટરો પર ગેરરીતિ થઈ

 51 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved