:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

ડેન્ડ્રફની સમસ્યા માંથી મેળવો મુક્તિ .. અપનાવો આ ઘરેલુ ઉપાય

top-news
  • 16 Jul, 2024

આજની આ વ્યસ્ત જીવનશૈલીમાં દરેક વ્યક્તિને કોઈ ને કોઈ સમસ્યા હોય છે. તે માટે જો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો શરીરને લાંબા ગાળે નુકસાન થઈ શકે છે. એમાય વાળ સંબંધી સમસ્યા આજકાલ સામાન્ય બાબત બની ગઈ છે.  વાળ ખરવા, નાની ઉમરે સફેદ થવા, પાતળા વાળ અને મુખ્યત્વે વાળમાં ખોડાની સમસ્યાતો સહુ કોઈને વધતાં ઓછા અંશે જૉવા મળતી હોય છે. પરંતુ આ બધી સમસ્યાઓ પર વેળાસર ઈલાજ નહીં કરવામાં આવતા તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. 

ખોડાની તકલીફની વાત કરીએ તો મહિલાઓની સાથે પુરુષોમાં પણ તે જોવા મળતી હોય છે. ખોડાથી માત્ર અકળામણ જ નથી થતી, પરંતુ વાળ પણ નબળા પડી જાય છે અને ધીરે ધીરે ખરવા લાગે છે. જો ખોડાનો વ્યવસ્થિત ઈલાજ ન કરવામાં આવે તો તે માથાની ખોપરીના ઉપરની ચામડી પર ધીરે-ધીરે જમા થઈને એક સ્તર બનાવી દે છે. અને એક ઉપર એક ડેન્ડ્રફ જમા થતો રહે છે અને તેની જો કાળજી લેવામાં ન આવે તો, તેનાથી સમય જતા ફંગલ ઇન્ફેક્શન થવાનો ભય રહે છે, જે તમારા વાળને ભારે નુકસાન પહોંચાડી શકે છે અને તેથી ઝડપથી વાળ ખરવા લાગે છે. જો કોઈને ભૂલથી પણ ફંગલ ઇન્ફેક્શન થઇ જાય તો યાદ રાખવા જેવી બાબત એ છે કે આ ઇન્ફેકશનને ઠીક થવામાં ખાસો સમય નીકળી જતો હોય છે.તેથી તમારે સતત સારવાર કરાવવી પડી શકે છે.





તાજેતરમાં ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે કેટલાય નવા પ્રોડકટ બજારમાં રોજ લોન્ચ થતા હોય છે. પરંતુ આ દરેક પ્રોડકટ સલામત હોય છે એવું નથી. તેની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ તેને ઉપયોગમાં લેવું જોઈએ. જો આ નવા પ્રોડકટથી ખોડાની સાથે વાળ મૂળથી મજબૂત ન થાય તો તેનો ઉપયોગ ન કરવામાં જ શાણપણ રહેલું છે.  અને તેની બદલે ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ . ચાલો જાણીએ વાળને હેલ્ધી બનાવવાના ઉપાય-અજમાવી જુઓ-વાસ્તવમાં વાળમાં ડેન્ડ્રફ થવાના મુખ્યત્વે બે કારણો હોઈ શકે છે, પહેલું, જો તમે તમારા વાળને ઓછું શેમ્પૂ કરો છો તો માથાની ચામડીમાંથી વધારાનું તેલ નીકળવા લાગે છે, જેના કારણે તે ઓઇલ ડેન્ડ્રફ બની જાય છે. આ સિવાય પાણી ન પીવાથી અને વધુ પડતું શેમ્પૂ કરવાથી પણ સ્કેલ્પ ડ્રાય થઈ જતા ડેન્ડ્રફ થાય છે.

હવે જાણીએ તમારા માથામાં ડેન્ડ્રફનું પ્રમાણ પુષ્કળ છે અને તમે તેનાથી ખૂબ જ પરેશાન છો, અને તમારે લાંબા અને ડેન્ડ્રફ રહિત વાળ જોઈએ છે, તો તમારે ફક્ત બે વસ્તુઓની જરૂર પડશે, એક સૂકા આદુનો પાવડર અને બીજું નારિયેળ તેલ. વાસ્તવમાં, આદુમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે અને નારિયેળ તેલથી વાળ અને માથાની ચામડીને પોષણ મળે છે. વાળમાંથી ખોડો દૂર કરવા માટે તમારે એક ચમચી આદુનો પાવડર લઇને તેમાં ઓછામાં ઓછા ત્રણ ચમચી નારિયેળનું તેલ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો . આ પેસ્ટને તમારી સ્કેલ્પ એટલે કે વાળના મૂળની ત્વચા પર લગાવો. અને પછી તમને થોડા જ દિવસોમાં ડેન્ડ્રફથી છુટકારો મળશે અને તમારા વાળ પણ હેલ્ધી બનશે.આ પેસ્ટને સ્કેલ્પ પર લગાવ્યા પછી ઓછામાં ઓછી દસ મિનિટ માટે રહેવા દો અને પછી વાળને શેમ્પૂ કરો. વાળ માટે આ ઉપાય મહિનામાં બે વાર કરવો જેથી પરિણામ ઝડપી મળી શકે છે.