:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

કેન્સરનું જોખમ ઉપવાસ કરવાથી ઘટી શકે ખરું ..?વૈજ્ઞાનિકો કરી રહ્યા છે રિસર્ચ ....

top-news
  • 17 Jul, 2024

 દુનિયાના જીવલેણ રોગોમાંનો એક એટલે કેન્સર , જેના પર હજી સુધી કોઈ ચોક્કસ ઈલાજ મળ્યો નથી. કેટલાય રિસર્ચ થઇ રહ્યા છે, વેક્સિન માટે અનેક સંશોધન થઈ રહ્યા છે પરંતુ  હજી સુધી કોઈ ચોક્કસ ઈલાજ કરવા માટેની પદ્ધતિ શોધાઈ નથી. પરંતુ તાજેતરના રિસર્ચ કેન્સર સામે લડવાની સ્ટ્રેટેજી પર પ્રકાશ પાડી રહ્યા છે, અને કેન્સરનું જોખમ ઘટાડવા માટે એક માર્ગ ઉપવાસ મળ્યો હોય તેવું લાગી રહ્યું છે. મેમોરિલ સ્લોન કેટરિંગ કેન્સર સેન્ટરના રિસર્ચ દ્વારા કરવામાં આવેલા ગ્રાઉન્ડબ્રેકિંગ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે ઉપવાસ કેવી રીતે કેન્સરના કોષોને અસર કરી શકે છે.તે માટે ઊંદરો પર સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં વૈજ્ઞાનિકોને સફળતા મળી હોય તેવું લાગી રહ્યું છે.  

 

ઉંદરમાં થયેલું તેમનું સંશોધન સૂચવે છે કે ઉપવાસ કેન્સર સામે શરીરની કુદરતી સંરક્ષણ પ્રણાલીને સશક્ત બનાવે છે. ઉપવાસ કુદરતી કિલર કોશિકાઓના કાર્યને વધારે છે, જે કેન્સરગ્રસ્ત કોષો પર હુમલો કરવા માટે જવાબદાર રોગપ્રતિકારક શક્તિ માટે નિર્ણાયક સાબિત થઈ છે. તાજેતરની સ્ટડી સૂચવે છે કે ઉપવાસ દરમિયાન નેચલર કિલર કોષો સુગરને બદલે એનર્જી માટે ચરબી પર આધાર રાખે છે. આ મેટાબોલિક શિફ્ટ તેમને કેન્સરના કોષોને લક્ષ્ય બનાવવા અને દૂર કરવામાં વધુ અસરકારક રીતે કાર્ય કરવા દે છે. નેચરલ કિલર કોશિકાઓને કઠોર વાતાવરણમાં સક્ષમ કરીને, ઉપવાસ તેની કેન્સર સામે લડવાની ક્ષમતાઓને સુધારે છે.

 

મુંબઈની એપોલો હોસ્પિટલ્સના કન્સલ્ટન્ટ HPB અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ઓન્કોલોજી અને રોબોટિક સર્જરીના ડૉક્ટર જણાવે છે કે આ અભ્યાસ પહેલાં, સંશોધને કેન્સર નિવારણ માટે ઉપવાસની શક્યતાના સંકેત આપ્યો છે. ઉંદર પરના 2012ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે શોર્ટ ટર્મના ઉપવાસથી તંદુરસ્ત કોષોને કીમોથેરાપી દવાઓની હાનિકારક આડઅસરથી બચાવી શકાય છે. એ જ રીતે, ઉંદરમાં 2016ના અભ્યાસમાં સૂચવવામાં આવ્યું હતું કે કીમોથેરાપીના પહેલાં ટૂંકા ગાળાના ઉપવાસ ઝેરને ઘટાડી શકે છે.

 


જર્મન કેન્સર રિસર્ચ સેન્ટરના અન્ય એક અભ્યાસમાં યકૃતના સ્વાસ્થ્ય અને કેન્સરના જોખમ પર ઇન્ટરમીટન્ટ ઉપવાસની અસરોની શોધ કરવામાં આવી હતી. તેઓએ ઉમેર્યું કે ઉંદર પરના તેમના તારણો સૂચવે છે કે તૂટક તૂટક ઉપવાસ શેડ્યૂલ (પાંચ દિવસ નિયમિત ભોજન પછી બે દિવસ પ્રતિબંધિત કેલરી લેવાનું) ફેટી લીવર રોગ, યકૃતમાં બળતરા અને લીવર કેન્સરનું જોખમ ઘટાડી શકે છે.

 

હેલ્થ એક્સપર્ટના જણાવ્યા મુજબ, ઉપવાસ કેન્સરના જોખમને ઘટાડવાનું વચન આપે છે તે થીસીસ ઇન્સ્યુલિનના લેવલ અને સેલ્યુલર પર તેની સંભવિત અસરથી ઉદ્ભવે છે. વધારે ઇન્સ્યુલિનનું ઉત્પાદન કેન્સરના કોષોના વિકાસને પ્રોત્સાહન આપવા સાથે સંકળાયેલું છે. ઉપવાસ, ઇન્સ્યુલિનનું સ્તર ઘટાડીને, કેન્સરના કોષોના વિકાસ માટે ઓછું અનુકૂળ વાતાવરણ બનાવી શકે છે.

 

આ ઉપરાંત, ઉપવાસએ એવી પ્રોસેસને એકટીવ કરે છે જે ક્ષતિગ્રસ્ત કોષોને દૂર કરે છે જ્યારે રીપેરને પ્રોત્સાહન આપે છે. ઉપવાસ કેન્સર પહેલાના કોષો વધે તે પહેલા તેને દૂર કરી શકે છે. ઉપવાસ કરવાથી શરીરના કુદરતી એન્ટીઑકિસડન્ટોમાં વધારો થાય છે, જે કોષોને નુકસાનથી બચાવે છે જે કેન્સર તરફ દોરી શકે છે. જો કે, વ્યક્તિગત સંજોગોને ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે. ઘણા દર્દીઓ માટે ડાયટ કંટ્રોલ પડકારરૂપ હોઈ શકે છે ખાસ કરીને જેઓ કેન્સર અથવા તેની સારવારને કારણે પહેલેથી જ વજનમાં ઘટાડો અનુભવી રહ્યાં છે.

 

આ અભ્યાસો ઘણી આશાસ્પદ છે છતાં તે જાણવું મહત્વપૂર્ણ છે કે તે અભ્યાસ ઉંદર પર હાથ ધરવામાં આવ્યા હતા. વ્યવહારુ ઉપયોગ માટે આ તારણોની પુષ્ટિ કરવા માટે માનવો પર વધુ રિસર્ચ કરવા મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત ઉંદર પરના અભ્યાસમાં બે વિશિષ્ટ પ્રોટીનને પ્રકાશિત કરવામાં આવ્યા છે જે ઉપવાસની રક્ષણાત્મક અસરોમાં ભૂમિકા ભજવે છે. તેના કાર્યને વધુ સારી રીતે સમજવાથી કેન્સરની સારવારની નવી સ્ટ્રેજીના વિકાસ માટે માર્ગ મોકળો થઈ શકે છે.