:
Breaking News
ટ્રેઈની આઈએએસ પૂજા ખેડકરને હવે ભાન થશે: પૂજાને નોકરીમાંથી તગેડી મૂકાઈ, પરીક્ષા પણ આપી શકશે નહીં; જાણો સમગ્ર ઘટના વિગતે. કેરળ અંગે મોટો ઘટસ્ફોટ: ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- કેરળ સરકારને તો એક અઠવાડિયા પહેલા ભૂસ્ખલન અંગે જાણ કરાઈ હતી, કેન્દ્રએ NDRFની 9 ટીમ પણ રાજ્યમાં મોકલી હતી. નીતિન ગડકરીએ નાણાં મંત્રીને કરી રજૂઆત: નીતિન ગડકરીએ નાણાં મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રિમીયમ પરથી GST દૂર કરવામાં આવે; જાણો હાલ કેટલો છે GST ?. ઇઝરાઈલે 7 ઓક્ટોબરે થયેલા હુમલાનો બદલો લીધો : ઈઝરાયલે હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાનો ખાતમો બોલાવ્યો, એક જ દિવસમાં મોટા બે દુશ્મનને ઉડાવ્યાં. કેરળમાં સતત ત્રણ દિવસથી ભારે વરસાદઃ પહાડો પલળી જતા ભૂસ્ખલનની ઘટનાઓમાં ભારે વધારો, ત્રણ દિવસમાં 93 લોકોનાં મોત; જુઓ તબાહીના દ્રશ્યો VIDEOમાં. ઉત્તરપ્રદેશમાં લવ જેહાદ બિલ પાસ: આરોપીઓ માટે આજીવન કેદની જોગવાઈ, લવ જેહાદ હેઠળના ઘણા ગુનાઓની પણ સજા બમણી કરાઈ. ઝારખંડમાં મોટી રેલવે દુર્ઘટના: ચક્રધરપુરમાં હાવડા-મુંબઈ મેલના 18 કોચ પાટા પરથી ઉતરી ગયા, 2ના મોત, 20 ઘાયલ. કેરળના વાયનાડમાં ભીષણ ભૂસ્ખલન: 63 લોકોનાં મોત, 100થી વધુ લોકો દબાયા હોવાની શક્યતા; ઈન્ડિયન એરફોર્સે શરૂ કરી રાહત કામગીરી. બિહાર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો: 65 ટકા રિઝર્વેશનના આદેશ પર રોક લગાવવાનો પટના હાઈકોર્ટનો ચુકાદો યથાવત રાખવામાં આવ્યો. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં અકસ્માત: કાર ખીણમાં પડી જતા 5 બાળકો સહિત 8નાં મોત, પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર કાઢ્યા.

એકસ્ટ્રા ફેશનેસનો ઉપાય: પાણીમાં આ વસ્તુ નાંખીને ન્હાવો; શરીર લાગશે હળવું ફુલ જેવું

top-news
  • 24 Jul, 2024

 ઓફિસ માટે ઘરેથી નીકળતા પહેલા અથવા ઓફિસથી ઘરે પાછા ફર્યા બાદ કે બજારથી ખરીદી કરીને ઘરે આવ્યા બાદ તરત જ તમે સ્નાન કરો છો ત્યારબાદ તમને એક અલગ જ શાંતિનો અનુભવ થવા લાગે છે. અને એક અદ્ભુત શાંતિનો અનુભવ થાય છે. જાણે આખા દિવસનો થાક દૂર થઈ ગયો અને મન પણ એકદમ હળવું થઈ ગયું. ઘણી વખત, આખો દિવસ બહાર રહેવાને કારણે, આપણે માથાનો દુખાવો અને શરીરના દુખાવા જેવી સમસ્યાઓથી પીડાઇએ છીએ. આવી સ્થિતિમાં તમે પાણીમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને સ્નાન કરીને આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.

આ વસ્તુઓને નહાવાના પાણીમાં મિક્સ કરવાથી તમે સંપૂર્ણ તાજગી અનુભવશો અને તમારો બધો થાક પળવારમાં દૂર થઈ જશે. અને શરીર જાણે હળવું ફૂલ થયું હોય તેવો અનુભવ થશે. આ પાણીથી નહાવાથી ન માત્ર થાક દૂર થાય છે પણ તમને શારીરિક સ્વાસ્થ્ય પણ લાભે છે. તો ચલો જાણીએ કે નહાવાના પાણીમાં કઈ કઈ વસ્તુઓ મિક્સ કરવાથી ફાયદા થાય છે. મોટાભાગના લોકોને એવું લાગે છે કે નહાવાના પાણીમાં કંઈપણ ભેળવવું જરૂરી હોતું નથી તેથી તેઓ સામાન્ય નળમાંથી નીકળતા પાણીથી જ સ્નાન કરે છે. 

પરંતુ આપણાં આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે નહાવાના પાણીમાં કેટલીક કુદરતી વસ્તુઓ ભેળવવાથી તમને ઘણા સ્વાસ્થ્ય લાભનો અનુભવ થશે. તો ચાલો અનુભવીએ એ ચીજ વસ્તુઓના ફાયદા ..  

પીપરમિન્ટ ઓઇલ : નહાવાના પાણીમાં પીપરમિન્ટ ઓઈલના થોડા ટીપાં નાખવાથી તમારો થાક તરત જ દૂર થઈ જશે અને તમે સ્નાન કરતાની સાથે જ સંપૂર્ણ તાજગી અનુભવવા લાગશો. આ તેલ શરીરને ઠંડક આપે છે અને મનને પણ આરામ આપે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ તેલના બે ટીપાથી વધુ ઉપયોગ ન કરો. તીખા તમતમતા સ્વાદવાળું તેલ આપનારી એક વનસ્પતિ તેલ પીડાનાશક ગુણધર્મો ધરાવે છે જેના કારણે તે માથાનો દુખાવો અને માઇગ્રેનને દૂર કરવામાં પણ મદદરૂપ છે.

હળદર: હળદર તેના બળતરા વિરોધી અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મો માટે પ્રખ્યાત છે. તેને પાણીમાં નાખીને નહાવાથી ગમે તે જગ્યાએની ઇજાઓ ઝડપથી મટી જાય છે. આ ઉપરાંત, ચેપનું જોખમ પણ ઓછું થાય છે, આ ફાયદાઓ મેળવવા માટે, નહાવાના પાણીમાં પીસી હળદર ઉમેરીને લગભગ 15 મિનિટ માટે છોડી દો. આ પછી જ્યારે પાણીનો રંગ આછો પીળો થઈ જાય તો તેમાં સાદું પાણી મિક્સ કરીને સ્નાન કરો. આના કારણે શરીરનો રંગ પીળો નહીં થાય અને તમને હળદરના ફાયદા પણ મળશે.

ચંદન: આંતરિક શાંતિ માટે, તમે નહાવાના પાણીમાં ચંદનનો ઉપયોગ કરી શકો છો. તેની સુગંધ તમારા મનને શાંત કરવામાં મદદ કરે છે. આ સાથે તે શરીરમાંથી થાક અને તણાવને પણ દૂર કરે છે. આ ફાયદાઓ મેળવવા માટે નવશેકા પાણીમાં ચંદનના તેલના થોડા ટીપા ભેળવીને દરરોજ સ્નાન કરો.

લીમડાનું તેલ: હૂંફાળા પાણીમાં લીમડાનું તેલ ભેળવીને સ્નાન કરવાથી તમે ખંજવાળ અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. ઉનાળો કે ચોમાસામાં સ્કિન ઈન્ફેક્શન જેવી સમસ્યા ઘણી વાર થાય છે, આવી સ્થિતિમાં લીમડાનું તેલ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ગુલાબ જળ: જે લોકો પરસેવાની દુર્ગંધથી પરેશાન હોય તેમણે રોજ પાણીમાં ગુલાબજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ. આ માટે તમે બજારમાં મળતા ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો અથવા પાણીમાં 5-6 ગુલાબની પાંખડીઓ ઉકાળીને ગુલાબજળ બનાવી શકો છો. જો તમે ઈચ્છો તો નહાવાના પાણીમાં ગુલાબની પાંખડીઓ મિક્સ કરી શકો છો. આ પાણીથી નહાવાથી તમને સારી ઊંઘ પણ મળશે.