February 1, 2023
February 1, 2023

સોનિયા ગાંધી, ફારૂક અબ્દુલ્લા તેમજ મુલાયમસિંહને મળ્યા PM મોદી, ઓમ બીરલાએ શેર કરી તસવીરો

સંસદનું બજેટ સત્રના પૂર્ણાહુતિ પ્રસંગે વડાપ્રધાન ટોચના વિપક્ષી નેતાઓને મળ્યાં

સંસદનું બજેટ સત્ર ગુરુવારે તેના નિર્ધારિત સમય કરતાં એક દિવસ વહેલું સમાપ્ત થયું. આ સાથે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. આ અવસર પર લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તમામ સાંસદો સાથે ઘણી મહત્વની બાબતો શેર કરી હતી. સાથે વડાપ્રધાન-રાજનાથની ઉપસ્થિતિમાં વિપક્ષના નેતા સોનિયા ગાંધી, ફારૂક અબ્દુલ્લા સહિત વિપક્ષના નેતાઓને મળ્યા હતા.

બજેટ સત્રની સમાપ્તિ પ્રસંગે સંસદ ભવનમાં એક અદ્દભુત મેળાવડો યોજાયો હતો. પીએમ મોદીએ એનસી નેતા ફારુક અબ્દુલા, સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવ અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળીને હળવી ગપસપ કરી હતી. 

વિપક્ષી નેતાઓની સાથેની પીએમ મોદીની મુલાકાતમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને લોકસભા સ્પીકર ઓમ બીરલા પણ હાજર રહ્યાં હતા. તમામ નેતાઓએ હળવા મૂડમાં ગપસપ કરી હતી.

એટલું જ નહીં પીએમ નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. આ બેઠકોના ફોટા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યા છે. ઓમ બિરલાએ તસવીરો શેર કરતા લખ્યું છે કે, “લોકસભાને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવ્યા બાદ તમામ પક્ષોના નેતાઓને આગ્રહ કરવામાં આવ્યો હતો કે ગૃહની ગરિમા વધારવા અને ચર્ચા અને સંવાદના સ્તરને વધુ ઊંચું લાવવા માટે સામૂહિક પ્રયાસોની જરૂર છે. આશા છે કે, તમામ પક્ષો આમાં સક્રિય સહયોગ કરશે. ‘

સ્પીકર બીરલાએ કહ્યું હતું કે, 17મી લોકસભાનું 8મું સત્ર આજે અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ સત્રની શરૂઆતમાં સંબોધન દ્વારા દેશવાસીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ અધિવેશનમાં માનનીય પ્રધાનમંત્રી અને તમામ પક્ષોના આદરણીય સભ્યોનો સક્રિય સહયોગ જોવા મળ્યો હતો. સેશનની ઉત્પાદકતા 12.9 ટકા હતી. ઓમ બિરલાએ કહ્યું કે આ સત્રમાં કુલ 13 બિલને મંજૂરી આપવામાં આવી હતી. આ સિવાય દરરોજ પ્રશ્નોત્તરીકાળમાં લગભગ 8 પ્રશ્નો પૂછવામાં આવતા હતા. જળવાયુ પરિવર્તન, યુક્રેન સંકટ જેવા મુદ્દાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.

પીએમ મોદીએ વિપક્ષી નેતાઓ સાથે સંસદના બજેટ સત્ર સહિત બીજા કેટલાક મુદ્દે ચર્ચા કરી હતી. આ દરમિયાન તેઓ હળવા અંદાજમાં જોવા મળ્યાં હતા, પીએમ મોદીનું મુલાયસિંહ યાદવ સાથેનો નાતો તો જગજાહેર છે તેઓ અવારનવાર મુલાયમસિંહ યાદવને ભારે ઉમળકાથી મળતા જોવામાં આવે છે.

 115 ,  1 

Gujarat Vandan © 2021, All Rights Reserved