PM મોદીને જોઈને ડેનમાર્કના PM ફ્રેડરિક્સેન થયા ખુશખુશાલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે તેમના ‘ત્રણ દિવસીય, ત્રણ-દેશો’ યુરોપ પ્રવાસના બીજા તબક્કામાં ડેનમાર્કની રાજધાની કોપનહેગન પહોંચ્યા હતા. ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિકસેન એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ બંને નેતાઓ તેમના સત્તાવાર નિવાસસ્થાન મારિયનબોર્ગ ગયા હતા.
કોપનહેગનમાં ઉતર્યા બાદ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, “આ મુલાકાત ભારત-ડેન્માર્કના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં ઘણી આગળ વધશે.” વડા પ્રધાનની ડેનમાર્કની આ પ્રથમ મુલાકાત છે, જ્યાં તેઓ મંગળવાર અને બુધવારે દ્વિપક્ષીય અને બહુપક્ષીય કાર્યક્રમોમાં ભાગ લેશે.
પીએમ મોદીના આગમન બાદ ફ્રેડરિક્સન ખુશખુશાલ જણાતા હતા, આ દરમિયાન ફ્રેડરિક્સને પીએમ મોદીને તેમનું ઘર દેખાડવાનું આમંત્રણ આપ્યું હતું અને પ્રધાનમંત્રી મોદીએ તે ખુશીથી સ્વીકારી લીધું આ પછી ફ્રેડરિક્સન પીએમ મોદી તેમના ઘર દેખાડવા લઈ ગયા હતા, પીએમ મોદીએ ખુશીથી તેમનું ઘર જોયું હતું.
આ પહેલા પ્રધાનમંત્રી મોદી જર્મનીમાં હતા જ્યાં તેમણે જર્મન ચાન્સેલર ઓલાફ શોલ્ઝ સાથે વિસ્તૃત દ્વિપક્ષીય ચર્ચા કરી હતી.
117 , 1