કોઈ મારી ધરપકડ કરી શકે તેમ નથી એમ કહેનાર બાબાની થશે ધરપકડ ?
બાબા રામદેવે એ એલોપેથી અને ડોક્ટર્સ પર આપેલા વિવાદાસ્પદ નિવેદનનો વિવાદ સતત વકરી રહ્યો છે. જેમાં IMAએ બાબા રામદેવ વિરુદ્ધ બદનક્ષીનો દાવો માંડ્યા બાદ હવે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. IMA તરફથી જનરલ સેક્રેટરી ડો. જયેશ લેલેએ દિલ્હી પોલીસ સમક્ષ બાબા રામદેવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.બાબાની સામે પોલીસે ફરિયાદ તો થઇ છે પરંતુ તાજેતરમાં બાબા રામદેવે એવું જાહેર નિવેદન આપ્યું હતું કે કોઈના બાપની તાકાત નથી કે પોલીસ તેમની ધરપકડ કરી શકે.ડૉક્ટર સંગઠન દ્વારા બાબાની સામે પોલીસ ફરિયાદ થઇ છે તેવા સમયે શું પોલીસ વગદાર બાબાની ધરપકડ કરશે ખરા ?
દિલ્હીના આઇપી સ્ટેટ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલી ફરિયાદમાં IMAએ આરોપ લગાવ્યા છે કે, બાબા રામદેવ લોકોના મનમાં વેક્સિનને લઇને ખોટા ભ્રમ પેદા કરી રહ્યા છે, સરકારી કર્મચારીઓના કામમાં અડચણ ઉભી કરી રહ્યા છે. સંસ્થાએ એવા આરોપ પણ લગાવ્યા છે કે, બાબા રામદેવ અને એમના સાથીદારો મેડિકલ ગ્રુપ અને સામાન્ય લોકોને ખોટી નિયતથી નુકસાન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. પોલીસ ફરિયાદમાં સંસ્થામાં માંગ કરી છે કે બાબા રામદેવ અને એમના સાથીદારો વિરુદ્ધ યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે.
બાબા રામદેવના વિડીયો બાદ સંસ્થાએ રામદેવ વિરુદ્ધ એક હજાર કરોડ રુપિયાનો બદનક્ષીનો દાવો માંડ્યો હતો અને તેમની વિરુદ્ધ કાર્યવાહી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી માંગ કરી હતી.
દરમિયાનમાં ,કોરોનાની સારવાર અને વેક્સિન અંગે ખેંચતાણ વચ્ચે આજે દેશના તબીબીજગતમાં સૌથી મોટો વિવાદ યોગગુરુ બાબા રામદેવ અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન વચ્ચે છેડાયો છે. આઇએમએની રાજદ્રોહનો કેસ કરવાની માગ અને માનહાનિના દાવા વચ્ચે બાબા રામદેવે પહેલીવાર એક અખબાર સાથે વાતચીત કરી. જેમાં તેમણે દાવો કર્યો છે કે ,એલોપથીથી માત્ર 10% ગંભીર દર્દીઓની સારવાર થઇ, બાકીના 90% યોગ-આયુર્વેદથી સાજા થયા છે.
148 , 1