ખુલશે ગાઝિયાબાદ- દિલ્હી હાઈવે!
ટિકરી બોર્ડર બાદ હવે ગાઝીપુર બોર્ડર પરથી બેરિકેટ હટાવાનું કામ શરૂ થઈ ગયું છે જેના પગલે ગાઝિયાબાદથી દિલ્હી આવનારો રસ્તો ખુલી શકે છે. હાલમાં આ રસ્તા પર કૃષિ કાયદાને પાછો લેવાની માંગને લઈને મહિનાઓથી ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. હાલમાં ફક્ત બેરિકેડ હટી રહ્યા છે. પ્રદર્શનકારી ખેડૂત હજું ત્યાં જ અડેલા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ગાજીપુર બોર્ડર પર પોલીસે સૌથી પહેલા કાંટાળા તાર હટાવવાનું શરુ કર્યુ. આની પહેલા ગુરુવારે રાતે ટિકરી બોર્ડર પરથી બેરિકેડિંગ હટાવવાની શરુઆત કરી હતી.
દિલ્હી બોર્ડરની નજીક ગાજીપુર બોર્ડર પર ખેડૂતોના ધરણા સ્થળ પર લાગેલા બેરિકેડિંગને પોલીસે હટાવ્યા હતા. એક પોલિસ અધિકારીએ જણાવ્યું કે સરકાર તરફથી આદેશ છે એટલા માટે અમે બેરિકેડિંગ હટાવી રસ્તો ખોલી રહ્યા છીએ.
64 , 1